Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ગાંધીનગરમાં સે-7માં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 1.82 લાખના દાગીનાની ઉઠાંતરી કરતા ગુનો દાખલ

 ગાંધીનગર:શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે ગાંધીનગરના સે-૭ ખાતે ભાડેથી રહેતો પરિવાર રાજકોટ ગયો હતો તે દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી ૧.૮૫ લાખના સોનાચાંદીના દાગીના ચોરી લીધા હતા. પરિવારને ઘટના સંદર્ભે જાણ થતાં તેમણે સે-૭ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને અજાણ્યા તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વીસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે શહેરના સે-૭માં તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડયું હતું. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ચાવડા રહે. પ્લોટ નં.૧૦૦૮/૧સે-૭/સી કે જેઓ અમદાવાદ ખાતે પ્રાઈવેટ નોકરી કરે છે તેમના પત્નિ ચાંદની મહેતા સાથે સે-૭માં રહે છે. દરમ્યાનમાં ગત તા.ર૮ જુને વિરેન્દ્રભાઈ અને તેમની પત્નિ રાજકોટ ખાતે મકાન બંધ કરીને ગયા હતા. દરમ્યાનમાં આજે સવારે તેમના મકાન માલિક દીનેશભાઈ વાછાણીનો તેમના ઉપર ફોન આવ્યો હતો કે મકાનનું લોક તુટેલુ છે જેથી વિરેન્દ્રભાઈએ ગાંધીનગર પરત ફરીને જોતાં મુખ્ય દરવાજાનો નકુચો તુટેલો હતો અને ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો. તિજોરીમાં તપાસ કરતાં રૃપિયા ૧.૮૫ લાખની કિંમતના સોનાચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. જેથી આ ઘટના અસંગે સે-૭ પોલીસ મથકમાં જાણ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધીને અજાણ્યા તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી હતી. 

 

(6:23 pm IST)