Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

દહેગામ તાલુકાના ખાનપુરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: 96 હજારની રોકડની ઉઠાંતરી કરી છૂમંતર.....

દહેગામદહેગામ તાલુકાના ખાનપુર ગામે આવેલ જીઈબી સબ સ્ટેશનમાં આવેલ કોલોનીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. કર્મચારી નાઈટમાં નોકરી પર ગયા હતા જ્યારે પરિવારના અન્ય સભ્યો સબંધીના ઘરે ગયેલ હોવાથી મકાન બંધ હતું. અજાણ્યા તસ્કરોએ બંધ મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં રહેલ રોકડ રકમ તેમજ સોનાના દાગીના મળી કુલ રુ.૯૬,૭પ૦ ની રોકડ રકમ લઈ તસ્કરો પલાયન થઈ ગયા હતા. ચોરના બનાવના પગલે સમગ્ર પંથકમાં રહેતા પ્રજાજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ખાનપુર ગામે આવેલ જીઈબી સબ સ્ટેશનમાં કિરણકુમાર મુળજીભાઈ પટેલ ફરજ બજાવે છે. તેઓ પરિવાર સાથે સબ સ્ટેશનમાં આવેલ કોલોનીમાં આવેલ મ.નં.૦ર માં રહે છે. તા.ર ના રોજ કિરણભાઈના પત્નિ અને તેમની પુત્રી સબંધીના ઘરે ગયેલ છે. કિરણભાઈ ઘરે હાલ એકલા રહેતા હતા. તા.૯ મીના રાત્રે કિરણભાઈને સબ સ્ટેશનમાં નાઈટમાં નોકરી હોવાથી તેઓ મકાન બંધ કરી ફરજ પર ગયા હતા. બીજા દિવસે સવારે તેમની નોકરી પુરી થતાં તેઓ ઘરે પહોંચ્યા ત્યારે દરવાજાનો નકૂચો તૂટેલો હતો. અંદર તપાસ કરતાં રુમમાં આવેલ કબાટ વેરવિખેર હાલતમાં હતા.

(6:25 pm IST)