Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સુરતના પાંડેસરામાં ચોમાસાની ઋતુમાં મોટર શરૂ કરવાથી કરંટ લાગતા બે શખ્સોના મોત

સુરત: ચોમાસાની ઋતુમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કરંટ લાગવાના બનાવો બની રહ્યા છે. પાંડેસરામાં અલગ અલગ વિસ્તારોમાં મોટર ચાલુ કરવા જતા વ્યક્તિને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોતને ભેટયા હતા જ્યારે ઉધનામાં ફિઝનો દરવાજો ખોલવા જતાં યુવતીને કરંટ લાગતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે.

નવી સિવિલ હોસ્પિટલ જ મળેલી વિગત મુજબ પાંડેસરામાં સીતાનગરમાં રહેતા ૫૦ વર્ષીય પવિત્રમોહન રઘુનાથ પાનીગ્રાહી શનિવારે સવારે ઘરમાં પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા ત્યારે તેના ડાબા હાથમાં ઇલેક્ટ્રિક કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજયું હતું. જ્યારે પવિત્રમોહન મૂળ ઓરિસ્સા ગંજામના વતની હતા તે પાંડેસરાની કંપનીમાં નોકરી કરતા હતા. બીજા બનાવમાં પાંડેસરા બમરોલી રોડ પર અપેક્ષા નગરમાં રહેતો 19 વર્ષીય આકાશ પ્રીતમ પ્રધાન શનિવારે રાત્રે ઘરમાં પાણીની મોટર શરૂ કરવા જતા ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો જ્યારે આકાશ મૂળ ઓરિસ્સા ગંજામનો વતની હતો. તે પાંડેસરાની કંપનીમાં નોકરી કરતો હતો આ બંને બનાવ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:29 pm IST)