Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વડોદરામાં શ્રમજીવીને 18 લાખની લોન આપવાના બહાને બે ભેજાબાજોએ 2.59 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત આચરતા ગુનો દાખલ

વડોદરા: દાંડિયાબજાર મરીમાતાના ખાંચામાં રહેતા દેવિકાબેન દિપકભાઇ નાયકે વારસિયા  પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,મારા પતિ છૂટક મજૂરી કામ કરે છે.મારા પતિને વેપાર ધંધા માટે રૃપિયાની જરૃરિયાત હોવાથી અમે નવ  મહિના પહેલા હરિશ વાટુમલ ધારમાણી (રહે.બિલીપત્ર કોમ્પલેક્સ,હરણી વારસિયા રીંગરોડ) નો સંપર્ક કર્યો હતો.તેમની ઓફિસે અમે  ગયા ત્યારે હરિશ ધારમાણી તથા મહેશ તુલસીદાસ અડવાણીએ કહ્યું હતું કે,તમને ૧૮ લાખની બિઝનેસ  લોન મળશે.પરંતુ,લોન લેવા માટે લોનની ૨૨ ટકા રકમ રોકડેથી ભરવી પડશે.જેથી,અમેે હરિશભાઇને  લોન મંજૂર કરાવવા માટે ૧.૮૬ લાખ રૃપિયા રોકડા આપ્યા હતા.બાકીના રૃપિયા આપવા માટે અમે અમારા સોનાના દાગીના મુથુટ ફાયનાન્સમાં ગીરવે મુકીને લીધા હતા.મારા પતિના બેન્ક એકાઉન્ટમાંથી ગુગલ પે મારફતે  હરિશભાઇના બેન્ક એકાઉન્ટમાં ૭૩ હજાર અલગ અલગ તારીખે ટ્રાન્સફર કરાવ્યા હતા.અમે કુલ રૃપિયા ૨.૫૯ લાખ આપ્યા હતા.હરિશભાઇ તથા મહેશભાઇએ ૧૫  દિવસમાં બિઝનસ  લોન મળી જશે તેવું કહ્યું હતું.પરંતુ,દોઢ મહિના સુધી તેઓએ લોન મંજૂર કરાવી નહતી.જેથી,અમે તેઓની ઓફિસે જઇને ૨.૫૯ લાખ રૃપિયા પરત માંગ્યા હતા.બંનેએ અમને ત્રણ ચેક આપ્યા હતા.પરંતુ,એકાઉન્ટમાં પૂરતા રૃપિયા જમા ન  હોઈ ચેક રિટર્ન થયા હતા.જેે બાબતે અમે હરિશભાઇના ઘરે કહેવા જતા તેમણે અમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.વારસિયા પોલીસે બંને આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:42 pm IST)