Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અમદાવાદના જશોદાનગર નજીક કેનાલમાં ઠાલવવામાં આવતા ગંદા પાણીથી મચ્છરનો ઉપદ્રવ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

અમદાવાદ: શહેરના વિસ્તારોમાં રહેતા રહીશોની ગંભીર સમસ્યા સપાટી ઉપર આવવા પામી છે.જેમાં જશોદાનગર પાસે  કેનાલમાં ઠલવાતા ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકો ત્રાહીમામ બની ગયા છે.એક તરફ શહેરને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની વાતો કરવામાં આવે છે.બીજી તરફ કેનાલમાં ગંદકી ઠાલવવામાં આવી રહી છે.આમ છતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા કેનાલમાં સફાઈ કરવામાં આવતી નથી.

આ અંગે મળતી માહીતી મુજબ,પૂર્વમાં આવેલા ગોરના કૂવા વિસ્તારમાં પોલીસ ચોકી સામે ગટરના પાણી વહી રહ્યા છે.આ સમસ્યા બારે મહિના જોવા મળતી હોય છે.ગટર લાઈન વર્ષો જુની છે.એને બદલવામાં આવી રહી નથી.સ્થાનિક રહીશો દ્વારા આ મામલે ચૂંટાયેલા કોર્પોરેટરો સમક્ષ વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં વર્ષો જુની ગટરની લાઈનો બદલવામાં આવી રહી નથી.

બીજી તરફ જશોદાનગર વિસ્તારમાં કેમિકલયુકત ટ્રીટ કર્યા વગરના પાણી આસપાસના વિસ્તારોમાં આવેલી ફેકટરીઓ અને એકમો દ્વારા છોડવામાં આવી રહ્યા છે.આ કેનાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગટરોના ગંદા પાણી પણ ઠાલવવામાં આવી રહ્યા છે.આ પરિસ્થિતિને કારણે આસપાસના વિસ્તારોમાં આવેલી અનેક સોસાયટીઓ અને ફલેટોના રહીશોને અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ત્રાસની વચ્ચે રહેવાની ફરજ પડી રહી છે.લોકોમાં તંત્ર સામેનો આક્રોશ જોવા મળી રહ્યો છે.મચ્છરજન્ય રોગના કેસોની સંખ્યા પણ વધી રહી છે.

(6:43 pm IST)