Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ધોરણ-12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખો જાહેર

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જૂલાઈથી શરૂ : વિજ્ઞાન પ્રવાહના પ્રેક્ટિકલ પ્રાયોગિક પરીક્ષા 28 જુલાઇથી 30 જુલાઇ દરમિયાન લેવાશે

અમદાવાદ : રાજયમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પ્રાયોગિક પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે.જો કે, ધોરણ-10 અને ધોરણ-12ના રિપીટર વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ અગાઉ જ રજૂ કરી દેવાયું છે. અને 15મી જુલાઈથી પરીક્ષાઓ પણ શરૂ થઈ જશે. પરંતુ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષાની તારીખોને લઈ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા.

  કોરોનાને કારણે આ વર્ષે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરિક્ષા રદ કરવામાં આવી હતી પરંતુ રિપીટર વિદ્યાર્થીઓને પરિક્ષાની ચીંતા હતી. જે મામલે હવે શિક્ષણ બોર્ડ દ્વારા તેમની પરિક્ષાની તારીખને જાહેર કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જૂલાઈથી રાખવામાં આવી છે. ગુજરાતમાં 15 જૂલાઈથી રિપીટર વિદ્યાર્થીઓની પરિક્ષા શરૂ થશે અને આ પરિક્ષા 28 જૂલાઈ સુધી ચાલશે. શિક્ષણ બોર્ડ દ્વારા વિગતવાર પરિક્ષાનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે. જેને વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ મેળવી શકશે.

(8:07 pm IST)