Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સાંજે વડોદરામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ:અનેક વિસ્તારમાં પાણી ભરાયા

ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં સર્વત્ર ઠંડક પ્રસરી: સાવલીમાં પણ વરસાદ પડ્યો

વડોદરા : રાજ્યમાં વરસાદી માહોલ ધીરે ધીરે બની રહ્યો છે ત્યારે વડોદરામાં ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં સર્વત્ર ઠંડક પ્રસરી જવા પામી હતી.વડોદરામાં સાંજના અરસામાં ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરમાં સાંજના સમયે વરસેલા વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.

 અષાઢી બીજના દિવસે આજે સવારે વરસાદ વરસ્યા બાદ આખો દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ રહ્યું હતું પરિણામે શહેરીજનો ગરમીથી ત્રસ્ત થઇ ગયા હતા. જોકે, સાંજના સમયે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેને પગલે લોકોએ ગરમીથી રાહત થઇ હતી. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વડોદરા સહિત આસપાસ ના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો અને સાવલીમાં પણ વરસાદ પડ્યો હતો.

(8:15 pm IST)