Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

આજે "પેપર બેગ ડે" નિમિત્તે રાણીપુરા ગામમાં કાપડની થેલીના વિતરણ સાથે પર્યાવરણ બચાવવા શપથ લેવાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના રાણીપુરા ગામમાં આજે પેપર બેગ ડે નિમિત્તે કાપડની થેલીઓનું વિતરણ કરી ગરમજનોને શપથ લેવાનો કાર્યક્રમ યોજાયો હતો.

નાંદોદ તાલુકાના પર્યાવરણ પ્રેમી અને જનસેવક એવા મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા આજે પેપર બેગ દિવસ નિમિત્ત રાણીપુરા ગામના ગ્રામજનોને નિઃશુલ્ક કાપડની બેગ આપવામાં આવી હતી સાથે સાથે દરેકને બિસ્કિટના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ ગ્રામજનો પાસે પર્યાવરણ બચાવવા શપથ પણ લેવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં ગામના સરપંચ ચંદ્રિકાબેન વસાવાએ પૂરતો સહકાર આપ્યો હતો

(12:33 am IST)