Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

મોટી ભમરી ગામની રેશનીંગની દુકાનમાંથી કાર્ડ ધારકોને ચીજ વસ્તુઓ નહિ મળતા કલેકટરને આપ્યું આવેદનપત્ર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના મોટી ભમરી ગામમાં રેસનીંગની દુકાનમાં મળતા અનાજ સહિતની વસ્તુઓ સમયસર નહિ મળતાં અને સંચાલક નિયમોનું પાલન નહિ કરતા હોવા બાબતે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે

ગ્રામજનોએ આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ અમારા ગામો મોટી ભમરી ગ્રૂપ ગ્રામ પંચાયતમાં આવેલા છે,અમારી સસ્તા અનાજની વ્યાજબી ભાવ ની સરકાર માન્ય દુકાન મોટી ભમરી ગામમાં આવેલી છે અને તેના સંચાલક રસીકભાઇ દીપસીંગભાઇ વસાવા સને ૨૦૨૨ ના ૭ માં મહિનામાં ( જુલાઇ માસ ) અમારા ગામ ની સરકાર માન્ય વ્યાજબી ભાવ ની દુકાનેથી અમને સરકાર તરફથી વ્યાજબી ભાવે મળતી તમામ ચીજ વસ્તુઓ અમને મળેલ નથી આ ચીજ વસ્તુઓ અમે રૂ.૧૦ ની કુપન લઇ ને જઇએ છે છતાં રોજ જુદા જુદા બહાનાઓ બતાવવામાં આવે છે આ અગઉ પણ અમારી સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો હતો,આ દુકાનમાં સરકારના નિતી નિયમોનું પાલન કરવામાં આવતુ નથી,અમારા રેશન કાર્ડ તેમજ દુકાનદારના સ્ટોક પત્રક અને રજિસ્ટરોની યોગ્ય તપાસ થવી જોઇએ અને દુકાન સમયસર ખોલવામાં આવતી નથી, દુકાનદાર પોતે સરપંચ હોય અને માથાભારે વગ ધરાવતો હોય જેથી આ બાબતે યોગ્ય તપાસ થવી જોઇએ તેમજ તપાસ કરતા થયેલ ગેરરિતીઓ સાબિત થાય તો સંચાલક રસીકભાઇ દીપસીંગભાઇ વસાવા ની સામે કાયદેસર ની કાર્યવાહી કરી સસ્તા અનાજની રેશનીંગ દુકાનનો પરવાનો રદ કરવાની માંગ કરાઇ છે.

(12:06 am IST)