Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

અમદાવાદમાં શરૂ થશે મેટ્રો ટ્રેન : નવરાત્રીએ મળશે ગિફટ

નવરાત્રીમાં જ મેટ્રોના બંને ફેઝ શરૂ કરવાની તૈયારી : ફેઝ-૧નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં : મેટ્રો ટ્રેનનું મહત્તમ ભાડું ૨૫ હશે :APMCથી મોટેરા સ્‍ટેડિયમ અને થલતેજથી વષાાલ સુધી દોડશે મેટ્રો ટ્રેન

અમદાવાદ તા. ૧૨ : અમદાવાદીઓ હવે મેટ્રો ટ્રેનની સવારી કરવા થઇ જાવ તૈયાર. અમદાવાદમાં આ નવરાત્રી મેટ્રો ટ્રેન શરૂ થઇ જશે. જેથી હવે અમદાવાદીઓ નવરાત્રીથી મેટ્રો ટ્રેનનો લાભ લઈ શકશે. વિગતો મુજબ મેટ્રો ટ્રેન ફેઝ-૧ને ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. મેટ્રો ટ્રેનના ફેઝ-૧માં ૨ કોરિડોર હશે. જેમાં કોરિડોર-૧માં APMCથી મોટેરા સ્‍ટેડિયમ સુધી ટ્રેન દોડશે તો કોરિડોર-૨માં થલતેજથી વષાાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે. જોકે મેટ્રો ટ્રેનનું મહત્તમ ભાડું ૨૫ હશે.

અમદાવાદીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્‍યા છે. અમદાવાદને આ નવરાત્રીમાં મેટ્રો ટ્રેનની ગીફટ મળશે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન ફેઝ-૧ નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. જેને લઈ હવે ટૂંક સમયમાં જ અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. મેટ્રો ટ્રેનના ફેઝ-૧માં ૨ કોરિડોર હશે. જેમાં APMCથી મોટેરા સ્‍ટેડિયમ અને થલતેજથી વષાાલ સુધી આ સેવ શરૂ થશે.

નવરાત્રીએ શરૂ થનારી મેટ્રો ટ્રેનના ફેઝ-૧માં ૨ કોરિડોર હશે. જેમાં કોરિડોર-૧માં APMC થી મોટેરા સ્‍ટેડિયમ સુધી અને કોરિડોર-૨ માં થલતેજથી વષાાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે. વિગતો મુજબ મેટ્રો ટેનનુ વધુમાં વધુ ટિકિટ રૂ.૨૫ હશે. આ સાથે એપીએસીથી વષાાલ સુધીનુ ભાડુ રૂ.૨૫ હશે તો થલતેજથી વષાાલ ગામ સુધીની ટિકિટ રૂ.૨૫ હશે. આ તરફ અલગ અલગ સ્‍ટેશનની ટિકિટ રૂ ૫, ૧૦, ૧૫, ૨૦ અને ૨૫ હશે.

(12:19 pm IST)