Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

કલોલ તાલુકાના રણછોડપુરા ગામે ખેડૂતની જમીન બારોબાર વેચી દેવાના મામલે ચાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

કલોલ :  કલોલ તાલુકાના રણછોડપુરા ગામે રહેતા ખેડૂતની જમીન બારોબાર વેચી નાખવાનો બનાવ બનવા પામ્યો છે જે અંગે કલેકટર ની સૂચનાથી જમીન બારોબાર વેચી નાખનાર ચાર સામે લેન્ડ ગેબીંગ એક્ટ  હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કલોલ પાસેના રણછોડપુરા ગામે રહેતા અમરતજી કાળાજી ઠાકોર ની જમીન બારોબાર વેચી નાખવામાં આવી હતી ખોટા પાવર ઓફ એટર્નીના આધારે તેમની જમીન વેચી મારવામાં આવતા તેમણે કલેકટરમાં ફરિયાદ  નાખી હતી? તેમની પડોશમાં રહેતા શખ્સને તેની જમીન વેચવાની હોવાથી તે પોતાના મોબાઈલમાં એપ્લિકેશન મારફતે જમીનની નોંધ જોઈ રહ્યા હતા તે વખતે તેમણે અમરતજી ની જમીન ની નોંધ જોઈ હતી. આ અમરતજીની જમીન વેચાણ થઈ ગઈ હોવાની નોંધ પડી હતી જે નોંધ તેમણે અમરતજીને બતાવી હતી અને તેમની જમીન વેચાણ થઈ ગઈ હોવાનું માલુમ પડતા તેઓ પ્રાંત કચેરીએ દોડી ગયા હતા અને જમીનની નોંધ કરાવતા તેમની જમીન ચાંદ ભાઈ અલ્લા રખા રાઠોડ એ ખોટા પાવર ઓફ એટર્નીના આધારે કનુભાઈ મહાદેવભાઇ ભરવાડને વેચી હોવાનું માલુમ પડયું હતું. ચાંદભાઈ અલારખા રાઠોડ એ ખોટા પાવર ઓફ એટર્ની બનાવીને તેણે જમીન વેચી મારી હતી અને તેમાં અમરતજી કાળાજી ઠાકોર અને તેમના ભાઈ તથા બહેનના ખોટી સહીઓ કરી હતી જેથી તેઓએ કલેક્ટર કચેરીમાં અરજી કરતા કલેક્ટર દ્વારા ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેના આધારે સાતેજ પોલીસે ખોટા પાવર ઓફ એટર્નીના આધારે ખોટું બહાના ખત તેમજ દસ્તાવેજ બનાવનાર ચાંદભાઈ અલ્લા રખા રાઠોડ અને કનુભાઈ માદેવભાઈ ભરવાડ તથા હુસેનભાઈ લાખાભાઈ મુસલા અને અમરનાથ ભાઈ મોહનભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ લોકો સામે કલોલ તાલુકાના રાચરડા ગામના પ્રહલાદજી મંગાજી ઠાકોર તથા રણછોડપુરા ગામના ભલાજી ભીખાજી ઠાકોર ની જમીન ખોટા પાવર ઓફ એટર્નીની બનાવીને દસ્તાવેજો કરાવી દીધી હોવાની ફરિયાદ સાંતેજ પોલીસ મથકમાં નોંધાય છે.

(5:50 pm IST)