Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

સુરતના સરથાણા વિસ્તારમાં ડાયમંડ પેઢીમાં નોકરી કરતી 22 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમ કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ

સુરત, : સુરતના સરથાણા વિસ્તારની ડાયમંડ પેઢીમાં નોકરી કરતી 22 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સાથે કામ કરતા યુવાને ઓફિસમાં, હોટલમાં અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી બાદમાં તું બીજી જ્ઞાતિની છે તારી સાથે લગ્ન નહીં કરી શકું તેમ કહી તરછોડી દીધી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી સરથાણા વિસ્તારની ડાયમંડ પેઢીમાં નોકરી કરે છે. યુવતીની સાથે કામ કરતા અપરણિત રાજદિપ મનસુખભાઇ સુતરીયા ( ઉ.વ..28, રહે. ધર નં.7, વિરાટ નગર સોસાયટી, શ્રીજી નગર સોસાયટી સામે, કાપોદ્રા, સુરત. મુળ રહે.બલદાણા, તા.વઢવાણા, જી.સુરેન્દ્રનગર ) એ વર્ષ અગાઉ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને લગ્નની લાલચ આપી ઓફિસમાં, પોતાના ઘરે, મિત્રના ફ્લેટ ઉપર તેમજ કામરેજ વિસ્તારની ઓયો હોટલમાં લઈ જઈ મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

જોકે, જયારે યુવતીએ જયદિપને લગ્ન કરવા કહેતા તેણે તું બીજી જ્ઞાતિની છે તારી સાથે લગ્ન નહીં કરી શકું તેમ કહી તરછોડી દીધી હતી. આ અંગે આખરે ગતરોજ યુવતીએ રાજદિપ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજદિપને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

(5:57 pm IST)