Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

વડોદરામાં તાજિયાના બંદોબસ્તમાં જતા પોલીસ જમાદારને હાઇવે પર અકસ્માત નડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા:તાજિયાના બંદોબસ્તમાં જતા પોલીસ જમાદારને હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે  અડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી.જે અંગે મકરપુરા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

વાઘોડિયા રોડની વૈકુંઠ સોસાયટીમાં રહેતા દિલીપભાઇ બલીરામભાઇ  માલુસરે વડોદરા રૃરલ પોલીસ વિભાગમાં નોકરી કરે છે.અને હાલમાં તેઓ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.ગત તા.૮ મી એ બપોરે ત્રણ વાગ્યે તેઓ ઘરેથી સરકારી ટુ વ્હીલર લઇને નોકરી  પર જવા નીકળ્યા હતા.રાતે આઠ વાગ્યે તેઓ વરણામા પોલીસ સ્ટેશનથી સરકારી ટુ વ્હીલર લઇને તાજિયા બંદોબસ્તમાં કપુરાઇ બ્રિજ જવા નીકળ્યા હતા.તે દરમિયાન જાંબુવા બ્રિજથી તરસાલી બાયપાસ બ્રિજ વચ્ચે તેઓને અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇ  ગયા હતા.અકસ્માતના પગલે તેઓને સારવાર માટે એમ્બ્યુલન્સમાં વાઘોડિયા રોડની ખાનગી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.દિલીપભાઇને માથામાં અને હાથ, પગ પર ઇજા થઇ હતી.તેમના પુત્રે આ અંગે મકરપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વાહન ચાલકની શોધખોળ  હાથ ધરી છે.

(5:58 pm IST)