Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે નારા લગાવ્યા

જિલ્લા પંચાયત હસ્તકના ફિલ્ડના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ-પે સહિતની માંગણીઓ ને લઈને સોમવારથી હડતાલ પર ઉતર્યા છે

અમદાવાદ:પોતાની માગણીઓ ન સંતોષાતા સોમવારથી જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ તાલુકાઓમાં ફરજ બજાવતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મલ્ટી પર્પઝહેલ્થ સુપરવાઇઝર ફિમેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર સહિતના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે ત્યારે શુક્રવારે અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે કર્મચારીઓ એકઠા થયા હતા અને સૂત્રોચાર કર્યા હતા. જિલ્લા પંચાયત અમદાવાદ કચેરી ખાતે અમદાવાદના આરોગ્ય વિભાગના ફિલ્ડના કર્મચારીઓ ભેગા થયેલ હતા. તેમના પડતર પ્રશ્નોને લઈને જેમાં ગ્રેડ-પે, ઝીરો કિલોમીટર પીટીએ તથા કોરોના વોરિયર તરીકે પોતાનું પરવા કર્યા વગર પોતાના પરિવારજનોની પરવા કર્યા વગર રજાઓના દિવસે જે કામ કરેલ હતું તેનું ભત્તું મેળવવા બાબત  બધા ભેગા થયેલા હતા અને તેમણે મેળવે કોરોના વોરિયર સન્માન પત્ર પરત આપવામાં આવ્ય અને જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે નારા લગાવવામાં આવ્યા હતા તેમ અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ આર જી પટેલે અખબારી યાદીમાં જણાવ્યું હતું.

(6:57 pm IST)