Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કરજણ ડેમને રાષ્ટ્રધ્વજના ત્રિરંગી રંગની લાઈટોથી સણગારાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 15મી ઓગષ્ટે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી થવા જઈ રહી છે ત્યારે હર ઘરા તિરંગા માં પણ કરોડો લોકો જોડાવાના હોય હાલ નર્મદા જિલ્લામાં એક દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે તેમાં પણ રાજપીપળા નજીકના કરજણ ડેમ નાં બેકેટ પોઇન્ટ ઉપર રાષ્ટ્રધ્વજ નાં ત્રિરંગી રંગની લાઈટ લગાડતા ડેમ પર અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. આમ તો જિલ્લાની તમામ કચેરીઓ સંસ્થાઓ અને દરેકનાં ઘર પર તિરંગો ફરજશે જ ત્યારે હવે સ્વાતંત્ર્ય દિનને ગણતરીનાં દિવસો બાકી હોય આ દિવસે રાજપીપળા સહિત જિલ્લામાં એક દેશ ભક્તિ નો માહોલ સર્જાશે.

(10:45 pm IST)