Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

રાજ્યના 68 ડેમમાં 90 ટકાથી વધારે પાણી ભરાતા હાઈએલર્ટ

તાપી નદી કાંઠે રહેતા અને નીચાણવાળા વિસ્તારના લોકો સતર્ક બન્યા

અમદાવાદ : રાજ્યના અલગ અલગ ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમનીજળ સપાટી 133.51  મીટર પર પહોંચી છે માટે ડેમના 5 દરવાજા એક ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું છે ઉકાઈ ડેમની જળસપાટી 335 ફૂટને પાર જતા ડેમના 22 પૈકી 12 દરવાજા નવ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેને પગલે તાપી નદી કાંઠે રહેતા અને નીચાણવાળા વિસ્તારના લોકો સતર્ક બન્યા છે.

 સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલા કાકરાપાર ડેમમાં આઝાદીના રંગ જોવા મળ્યા હતા અને પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલાયા હતા આ તરફ મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટી 607.08 ફૂટ થઈ હતી ધરોઈ ડેમમાં પાણીનો સ્ટોક 50.79 ટકા થયો છે.

(11:48 pm IST)