Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

પાટણ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા હારીજમાં થયેલી આંગડીયા પેઢીની લૂંટની ઘટનાનો પર્દાફાશ

છરી અને બંદૂકની અણીએ લૂંટ કરવામાં આવી હતી : રાઈફલ સહિતના હથિયારો અને રોકડ રકમ રૂ. 1 લાખ 36 હજારનો મુદ્દામાલ જપ્ત સાથે પાંચ આરોપીઓને સકંજામાં લીધા

પાટણ : પાટણ લોકલ ક્રાઇમ બ્રાંચને  હારીજ નગરનાં ભરચક વિસ્તારમાં બનેલી આંગડીયા પેઢીની ચકચારી લૂંટની ઘટનાનો ઉકેલ લાવવામાં સફળતા મળી છે. આંતરરાજ્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ દ્વારા છરી અને બંદૂકની અણીએ ચલાવેલી લૂંટની ઘટનામાં લોકલ ક્રાઇમ બ્રાંચે પાંચ આરોપીઓને રાઈફલ સહિતના હથિયારો અને રોકડ રકમ મળી રૂ. 1 લાખ 36 હજારનો મુદ્દામાલ સાથે  ઝડપી  પાડ્યા છેતેવ઼ુ  જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા  જણાવ્યું હતું.

કચ્છ ભુજ રેન્જ આઇજી અને જિલ્લા પોલીસવડા દ્વારા પાટણ જિલ્લાના હારીજ નગરમાં તાજેતરમાં બનેલી પી.એમ આંગડીયા પેઢીની લૂંટની ઘટનાના આરોપીઓને શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને ગુનાની તપાસ કરતી પાટણ લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પીઆઇ ભટ્ટ સહિત સ્ટાફનાં માણસો દ્વારા આ ગુનાના કામે હ્યુમન ઇન્ટલીસ્ટન્ટ ટેકનોલોજીના ઉપયોગથી ઉંડાણ પૂર્વકની તપાસ કરતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, આ લૂંટને અંજામ આપનાર આંતરરાજ્ય ગેંગના ઇસમો ખારીયા ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં હાજર છે.

હકીકતના આધારે એલસીબી સ્ટાફના અધિકારી સહિત પોલીસ કાફલાએ ઉપરોક્ત સ્થળે ઓચિંતો છાપો મારી લુંટના ગુનામાં સંડોવાયેલાપાંચ આરોપીઓને આબાદ ઝડપી લીધા હતા અને પોલીસે આ આરોપીઓ પાસેથી લૂંટના ગુનામાં વાપરવામાં આવેલા બુદક, બંદુકના કારતુસ, લોખંડના છરાઓ, મોબાઇલ ફોનો, એક બાઈક સહિત રોકડ રકમ મળી રૂ. 1 લાખ 36 હજાર 200નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓને પાટણ ખાતે લાવી આગળની કાર્યવાહી માટે હારીજ પોલીસને સુપ્રત કરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

હારીજનાં પીએમ આંગડીયા પેઢીમાંથી રૂ.6 લાખથી વધુની રકમની લૂંટ ચલાવનાર અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમનાં હાથે ઝડપાયેલા આરોપીઓ બાબતે તેમજ સમગ્ર લૂંટની ઘટના બાબતે માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, ઝડપાયેલા આરોપી પૈકી કેટલાક આરોપી ખુંખાર હોય તેઓ દ્વારા અગાઉ અનેક બનાવોને અંજામ આપવાની સાથે પોલીસ પર હુમલાઓ પણ કરવામાં આવ્યા છે.

હારીજ આંગડીયા પેઢીમાં લૂંટ ચલાવનાર આ લૂંટારાઓને પકડવા ગયેલી પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારી સહિતના સ્ટાફ ઉપર પણ આ ટોળકી દ્વારા હુમલો કરવાની કોશિશ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ. હારીજ લુંટના કેસમાં પકડાયેલા આરોપીઓમાં ત્રણ બનાસકાંઠા જિલ્લાના અને બે રાજસ્થાનનાં હોવાનું પોલીસ વડાએ જણાવ્યું હતું.

(11:58 am IST)