Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

સાણંદ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીની નિમણુંક કરાઇ

યુવા મોરચા સાણંદ શહેરના પ્રમુખ તરીકે પવુભા પરમાર અને મહામંત્રી તરીકે જીગરભાઈ ઠક્કરની નિમણુંક

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :ભારતીય જનતા પાર્ટી ના સંગઠન દ્વારા વિવિધ મોરચાઓ ની નિમણુકો થઈ રહી છે તેના ભાગ રૂપે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ તેમજ અમદાવાદ જીલ્લાના પ્રમુખ હર્ષદગિરી ગોસ્વામીની સુચના મુજબ સાણંદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચામાં સાણંદ શહેરના પ્રમુખ તરીકે પવુભા પરમાર અને મહામંત્રી તરીકે જીગરભાઈ ઠક્કર ની નિમણુંક કરવામાં આવી હતી. આ નિમણુંક થતા યુવા મોરચાના કાર્યક્રતાઓમાં હર્ષની લાગણીઓ છવાઈ ગઈ હતી અને તેઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(2:19 pm IST)