Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

ભાજપે ફરી વખત ચોંકાવ્યા :મુખ્યમંત્રી બનવાનું નીતિનભાઈ પટેલનું સ્વપ્ન ફરી એકવાર રોળાયુ

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ ચર્ચામાં રહ્યુ હતું

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ  પટેલનું નામ ચર્ચામાં રહ્યુ હતું. જોકે, નીતિનભાઈ  પટેલની જગ્યાએ અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી નીતિનભાઈ  પટેલને મંત્રી મંડળમાંથી પડતા મુકી ઉત્તરાખંડના રાજ્યપાલ બનાવવામાં આવે તેવી શક્યતા છે. ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સાંજે 6 વાગ્યે રાજ્યપાલને મળવા જશે, સરકાર રચવાનો દાવો કરશે.

 

ભારતીય જનતા પાર્ટીએ કોઇ રાજ્યના મુખ્યમંત્રીને લઇને ફરી એક વખત ચોકાવ્યા છે. કોઇ પણ દૂર દૂર સુધી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા કરતુ નહતું પરંતુ ધારાસભ્ય દળની બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો અને પછી મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી તેનાથી રાજકીય પંડિતો ચોકી ગયા હતા.

 

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ  પટેલ, સીઆર પાટિલ અને આરસી ફળદુનું નામ સૌથી આગળ ચાલતુ હતુ. મુખ્યમંત્રીની રેસમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાનું નામ પણ ચર્ચામાં હતું.

વિજયભાઈ  રૂપાણીએ શનિવારે ગુજરાતના રાજ્યપાલના આચાર્ય દેવવ્રતને મળીને રાજીનામુ આપ્યુ હતુ. રૂપાણીએ રાજીનામાની જાહેરાત કરતા કહ્યુ, હું ભાજપનો વફાદાર છુ અને મે પોતાની મરજીથી રાજીનામુ આપ્યુ છે. કોઇએ મને આવુ કરવા માટે નથી કહ્યુ. હું સંગઠનને મજબૂત કરવા માટે કામ કરીશ અથવા પાર્ટી નેતૃત્વ મને જે પણ ભૂમિકા આપશે, હું તેને મજબૂત કરવા માટે કામ કરીશ.

(5:41 pm IST)