Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

હવે મુખ્યમંત્રી બદલવાનો સમય નથી, પરંતુ સમગ્ર સત્તા બદલવાનો સમય નજીક આવી રહ્યો છે : છેલ્લા ૨૫ વર્ષમાં મહિલાઓની સુરક્ષા માટે, યુવાનો ની રોજગારી માટે, ખેડૂતોની દેવા માફી તથા ટેકાના ભાવ માટે, મધ્યમવર્ગીય પરિવારોની સુખાકારી માટે, વિદ્યાર્થીઓને માં સરસ્વતીના સસ્તા તથા સારા શિક્ષણ માટે, સસ્તી તથા સારી સ્વાસ્થ્ય સુવિધા માટે અને ગુજરાતના સૌથી નબળા વર્ગ માટે કઈ પણ નથી કરી શકી તે કામ તમે ૧ વર્ષમાં કેવી રીતે કરશો ? હાર્દિક પટેલના પ્રહારો

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે ગુજરાતના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવી

રાજકોટ તા.૧૨ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું છે કે,હું ગુજરાતના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી શુભેચ્છાઓ પાઠવું છું.

     ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વધુમા જણાવ્યું છે કે,ભાજપે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ચૂંટણીના થોડા મહિના પહેલા તમને આ જવાબદારી સોંપી છે, પરંતુ જે કામ તમારી પાર્ટી છેલ્લા ૨૫ વર્ષમાં મહિલાઓની સુરક્ષા માટે, યુવાનો ની રોજગારી માટે, ખેડૂતોની દેવા માફી તથા ટેકાના ભાવ માટે, મધ્યમવર્ગીય પરિવારોની સુખાકારી માટે, વિદ્યાર્થીઓને માં સરસ્વતીના સસ્તા તથા સારા શિક્ષણ માટે, સસ્તી તથા સારી સ્વાસ્થ્ય સુવિધા માટે અને ગુજરાતના સૌથી નબળા વર્ગ માટે કઈ પણ નથી કરી શકી તે કામ તમે ૧ વર્ષમાં કેવી રીતે કરશો, ગુજરાતના લોકો તમને કડક શબ્દોમાં પૂછી રહ્યા છે.

          ભાજપે ગુજરાતમાં અંતિમ મુખ્યમંત્રીને તમારા સ્વરૂપમાં બનાવ્યા છે, કારણ કે ગુજરાતની પ્રજા હવે તમને ઓછામાં ઓછા આગામી ૨૫ વર્ષ સુધી સત્તાથી દૂર રાખવાનું મન બનાવી લીધું છે.હવે મુખ્યમંત્રી બદલવાનો સમય નથી, પરંતુ સમગ્ર સત્તા બદલવાનો સમય નજીક આવી રહ્યો છે.તેમ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે અંતમા જણાવ્યું છે.

(8:22 pm IST)