Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

અરવલ્લીમાં ભારે વરસાદથી ધોધ સક્રિય : માજુમ નદીમાં નવા નીર આવતા બે કાંઠે

ઝેરિયા વાડા, મહુડી પાસેની નદીમાં પણ નવા નીર આવ્યા : સતત ભારે વરસાદના કારણે વાત્રક ડેમમાં પણ નવા નીરની આવક

અરવલ્લી પર મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.અરવલ્લીમાં ભારે વરસાદના કારણે ધોધ સક્રિય થયા છે. વહેતા ધોધના કારણે અદભૂત કુદરતી નજારો સર્જાયો છે. બીજી તરફ માજુમ નદીમાં પણ નવા નીર આવતા નદી બે કાંઠે વહી રહી છે. તો બીજી તરફ ઝેરિયા વાડા, મહુડી પાસેની નદીમાં પણ નવા નીરની આવક થઇ છે. સતત ભારે વરસાદના કારણે વાત્રક ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે.

(11:50 pm IST)