Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

નાંદોદના લાછરસ ગામમાં ભેંસો બાંધવા બાબતે થયેલી બોલાચાલી બાદ મારી નાંખવાની ધમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં રહેતા શાંતાબેન જેઠાભાઇ તડવીએ આપેલી ફરિયાદ મુજબ તેમને ગામના અનીલભાઇ ગોરધનભાઇ તડવીએ જણાવ્યું કે અહીં ભેંસૉ બાધો છો તે વખતે તેમણે જણાવેલ કે અમારી જગ્યામાં ભેંસો બાધુ છુ જેથી અનિલભાઈ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી કોઈતુ લઈ મારવા આવતા સાહેદ મંગાભાઈએ કોઈતું ખુચવી લેતા નજીકમાં પડેલ લાકડું હાથમાં લઈ શાંતાબેનને સપાટો મારી ઈજા કરી તથા સાહેદ મનીશભાઈને ધકકો મારી નીચે પાડી દઈ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે

 

(10:35 pm IST)