Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

આમલેથા પો.સ્ટે.ના ધાડ અને લૂંટના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝબ્બે કરતી એલ.સી.બી.નર્મદા

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાથી એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર ,એલ.સી.બી તથા સી.એમ.ગામીત,પો.સ.ઇ. એલ.સી.બી. તેમજ એલ.સી.બી. પોલીસ સ્ટાફ મારફતે જીલ્લામાં આમલેથા પો.સ્ટે.ધાડના ગુનામાં વોચ તેમજ ટેનિક્નીકલ દિશામાં માહિતી એકત્રિત કરી ટેકનીકલ સર્વેલન્સની મદદથી અંગત બાતમીદારો દ્વારા માહીતી મળતા ( ૧ ) સહદેવ ઉર્ફે બાબર ગોપાલભાઇ વસાવા ( ૨ ) સતિષ ભાઇ શાંતિલાલ વસાવા ( 3 ) નવીન વિનુભાઇ વસાવા ( ૪ ) સહદેવ વિનુભાઇ વસાવા તમામ રહે.બામલ્લા તા.ઝગડીયા જી.ભરૂચને નાવરા ગામેથી ઝડપી તેઓ પાસેથી ગુનામાં ગયેલ મુદ્દામાલ સોનાની ચેઇન -૧ કિ.રૂ. ૪૦,૦૦૦ ની રીકવર કરવામાં આવેલ ,તેમજ આ ગુનામાં પકડાયેલ આરોપીઓ પાસેથી આમલેથા પો.સ્ટે. ના લૂંટના ગુનામાં ગયેલ મોબાઇલ ફોન -૧ કિ.રૂ .૫૦૦૦ પણ આ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ દરમ્યાન આરોપીઓની સધન પુછપરછ દરમ્યાન આરોપી ઓએ આમલેથા પો.સ્ટે.ના લૂંટના ગુનાના આરોપી ( ૧ ) મીનેશ ઉર્ફે નયનેશ રાજેશભાઇ વસાવા (રહે.કાટીદરા તા.ઝગડીયા જી.ભરૂચ) ( ૨ ) સતિશ રતિલાલ વસાવા (રહે . બામલ્લા તા.ઝગડીયા જી.ભરૂચ) ( 3 ) દિપક ઉર્ફે કાલો સોમાભાઇ વસાવા (રહે . પ્રતાપનગર તા.નાંદોદ જી.)એ લૂંટ કરેલ હોવાનું જણાવતા આ અનડીટેક્ટ લૂટનો ગુનાનો મુદ્દામાલ સાથે રીકવર કરી ડીટેક્ટ કરવામાં આવ્યો છે અને આરોપીઓને અટક કરવામાં આવ્યા છે.

(10:46 pm IST)