Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમદાવાદમાં દિવાળી પર્વે કોરોનાની સઘન ટેસ્ટિંગ કામગીરી અચાનક બંધ !

તાવ, શરદી કે ઉધરસ ધરાવતા લોકોના જ કોરોના ટેસ્ટ કરશે

અમદાવાદ : રાજ્યમાં હવે કોરોનાના કેસ ફરીવાર વધતા જોવાઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં દિવાળીના તહેવારને લઈ બજારોમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. જો કે, અમદાવાદ શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા માટે એએમસી દ્વારા સઘન ટેસ્ટિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું હતું. પરતું આજે એએમસીએ કોરોના ટેસ્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.

કોરોનાનાં લક્ષણો, જેવાં કે તાવ, શરદી કે ઉધરસ ધરાવતા લોકોના જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સમગ્ર શહેરમાં કોરોના ટેસ્ટ માટે ડોમ ઊભા કરવામાં આવ્યા છે. ત્યાં હવે ટેમ્પરેચર ગનથી શરીરનું તાપમાન માપી રવાના કરી દેવામાં આવે છે.

આ મામલે ડેપ્યુટી હેલ્થ કમિશનરનું કહેવું છે કે, જે લોકોને કોરોનાનાં લક્ષણો નથી તેઓ પણ ડોમમાં અને અન્ય જગ્યાએ ટેસ્ટ કરાવવા માટે આવતા હતા, જેથી હવે જે લોકોને કોરોનાનાં લક્ષણો હશે જેવા કે તાવ, શરદી અને ઉધરસ તેમના જ ટેસ્ટ હવે શહેરમાં કરવામાં આવશે.

ત્યાં જ એકતરફ જ્યાં શિયાળાની ઋતુ શરૂ થતાંની સાથે જ લોકોમાં તાવ અને શરદીના લક્ષણો વધી રહ્યા છે ત્યારે લોકો ટેસ્ટ કરાવવા ડોમમાં ઊમટી પડ્યા છે, જેથી કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

કોરોનાની તપાસ માટે માત્ર ટેમ્પરેચર પર આધાર રાખવાને બદલે તેને સ્વાદ અને સુગંધ ખબર પડે છે કે નહીં એની પણ તપાસ કરવી. અત્યારે કોરોનાનાં લક્ષણો તરીકે સતત રહેતો કફ, સૂકી ખાંસી અને ભારે તાવને કોરોનાનાં પ્રાથમિક લક્ષણો ગણવામાં આવે છે. ઘણા બધા દર્દીઓ એવા નીકળ્યા છે કે જેમને ટેમ્પરેચર સામાન્ય હોય, સૂકી ખાંસી ન આવતી હોય અને શ્વાસમાં કોઈ તકલીફ ન હોય છતાં એમને કોરોનાનો એક્ટિવ ચેપ હોય.

(10:53 pm IST)