Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

શહેરની શાળાઓ શરૂ થશે કે કેમ? વાલીઓની મૂંઝવણમાં વધારો

૨૩મીથી શાળાઓ શરૂ કરવાના સરકારના નિર્ણયના શહેરમાં મિશ્ર પ્રત્યાઘાતઃ સાત મહિનાથી બાળકો શિક્ષણથી દૂર હોઇ વાલીઓ ચિંતિત બાળકોનું ભવિષ્ય મહત્વનું પરંતુ એમના જીવ પણ અમને એટલાં જ વહાલા : પેરેન્ટ્સ એસોસિએશન

વડોદરા,તા. ૧૨: ૨૩મી નવેમ્બરથી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ શરૂ કરવાની સરકારની જાહેરાતને પગલે લાંબા ગાળાના વિરામ બાદ હવે શાળાઓ શરૂ થશે કે કેમ? તે બાબતે વાલીઓ અવઢવમાં મૂકાયા છે. બીજી બાજૂ  પેરેન્ટ્સ એસોશિયેશને બાળકોનું ભવિષ્ય મહત્વનું પરંતુ એમના જીવ પણ અમને એટલાંજ વ્હાલા, તેવા સૂર સાથે સરકારે કરેલી જાહેરાતને વખોડી કાઠી છે.

જો કે બીજી બાજૂ ગત માર્ચ મહિનાના અંત ભાગમાં લોકડાઉન અમલી બનતાંજ શાળાઓને ખંભાતી તાળા વાગ્યા હતા. આજ દીન સુધી હજી શાળાઓ શરૂ કરી શકાઈ નથી. પરિબ્રામે છેલ્લા સાડા સાત મહિના જેટલાં લાંબા સમયથી શાળાના વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ સ્વરૂપના શિક્ષણકાર્યથી દૂર છે. લાંબા સમયથી શિક્ષણકાર્યથી દૂર રહેવાને કારણે તેની વિપરીત અસરો બાળ માનસ ઉપર થાય છે. વળી શાળા અને શૈક્ષણિક પ્રવૃત્ત્િ। ન હોવાને કારણે તેઓ નવરાશના આ સમયનો દુરૂપયોગ કરી રહ્યાં હોવાની ફરીયાદો સંખ્યાબંધ વાલીઓ કરી રહ્યાં છે. આ સંજોગોમાં હવે સમાજના તમામ ક્ષેત્રો પુનઃ ધમધમતા થઈ ગયા હોઈ તકેદારી અને સાવધાની સાથે શાળાઓ શરૂ કરી દેવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ ફરી શિક્ષણકાર્ય સાથે જોડાઈ જાય તેમ સંખ્યાબંધ વાલીઓનું કહેવું છે.

ગુજરાત સરકાર દ્વારા ૨૩ નવેમ્બરથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચાલુ કરવા માટે ની જાહેરાત કરવામાં આવી છે તેને અમે કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અમે સમજીએ છીએ કે ભણતર એ બાળકોના ભવિષ્ય માટે ખૂબ જ અગત્યનું છે પણ સાથે સાથે બાળકોનો જીવ પણ અમારા માટે એટલો જ અગત્યનો છે. તાજેતરના આંકડા અનુસાર વડોદરા શહેરની મોટાભાગની શાળાઓ, બાળકો ની સુરક્ષા માટેના ધારા ધોરણોમાં ઉણી ઉતરી છે. તેવા સંજોગોમાં સરકાર દ્વારા જે ગાઈડ લાઈન બહાર પાડવામાં આવશે તેનું આ ખાનગી શાળાઓ કઈ રીતે અમલીકરણ કરશે? તે બાબતે આશંકા છે તેમ વડોદરા પેરેન્ટ્સ એસોશિયેશનનું કહેવું છે.

વાલી અગ્રણી ફારૂખભાઈ સોનીએ સરકારના આ નિર્ણય સંદર્ભે આશંકા વ્યકત કરતાં ઉમેર્યું હતુ કે સરકારનો આ નિર્ણય આત્મઘાતી પૂરવાર થશે.

સરકાર વાલીઓ અને વિદ્યાર્થીઓના જોખમે શાળાઓ શરૂ કરવા માગે છે

. દિવાળી બાદ ધોરણ ૯ થી ૧ર તથા કોલેજના છેલ્લે વષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને મા બાપની બાહેધરી લખાવી શાળા-કોલેજ બોલાવી અમ્યાસ કરાવવા અંગે ગુજરાત સરકારે એસ ઓ પી જાહેર કરેલ છે ત્યારે એક વાલી તરીકે હું જણાવવા માગું છું કે, આત્મનિર્ભર ની વાતો કરતી સરકાર પોતે આત્મનિર્ભર નથી રોજે રોજ પોતાના નિર્ણય બદલતી સરકાર વિદ્યાર્થીઓના જીવના જોખમે શાળાઓ શરૂ કરાવવા માંગે છે અનેક વખત પોતાના નિર્ણયો બદલતી સરકાર ફરી એક વખત પોતાનો આ નિર્ણય બદલે તો કશું ખોટું નથી અને ભવિષ્યમાં આત્મનિર્ભર બની તટસ્ય નિર્ણય કરે તે જરૂરી છે. અન્યથા સરકારનો આ નિર્ણય વિદ્યાર્થીઓના આરોગ્યને જોખમરૂપ હોય આવનારા દિવસો માટે વધુ પ્રશ્નો ઉભા કરશે.

- વિતોદ ખુમાણ, વાલી અગ્રણી

(10:33 am IST)