Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

દાદરા અને નગરહવેલી જિલ્લા પંચાયત પર જેડીયૂનો કબ્જો 20 બેઠકમાંથી 17 સીટમાં વિજય : ભાજપને 3 બેઠક મળી

અપક્ષ સાંસદ મોહન ડેલ્કરના સમર્થથી જેડીયુએ બાજી મારી : કોંગ્રેસ પાસેથી સતા આંચકી : સેલવાસ પાલિકામાં ભાજપે સતા જાળવી

દાદરા અને નગરહવેલીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને જેડીયુ વચ્ચે હતો. જેમને અપક્ષ સાંસદ મોહન ડેલ્કરનું સમર્થન હાંસલ હતું. ડેલ્કરના સમર્થનથી જેડીયુએ દાદરા અને નગર હવેલી જિલ્લા પંચાયત પર કબજો જમાવી લીધો છે . જેના પર 2015થી કોંગ્રેસનું શાસન હતું. જેડીયુએ 20માંથી 17 બેઠકો પર કબજો જમાવ્યો. જ્યારે ભાજપને ફક્ત 3 બેઠકો મળી છે બીજીતરફ ભાજપ દાદરા અને નગરહવેલીની સેલવાસા નગરપાલિકામાં 15માંથી 9 બેઠકો જીતીને પોતાનું શાસન બચાવવામાં સફળ રહી. છે જોકે જેડીયુએ દમણ અને દીવમાં ઉમેદવાર ઉતાર્યા નહતા.

(10:40 am IST)