Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

મુંબઇથી અમદાવાદ જતી લક્ઝરી બસને કોસંબા પાસે ગંભીર અકસ્માત: 4 ઘાયલ

સાવા પાટીયા નજીક ખાનગી કાર સાથે અકસ્માતમાં બસ પલટી મારી ગઇ

સુરત જિલ્લાના કોસંબા પાસે મુંબઇથી અમદાવાદ જતી લક્ઝરી બસને ગંભીર અકસ્માત નડ્યો છે. કોસંબા પાસેના સાવા પાટીયા નજીક ખાનગી લક્ઝરી બસ અને ખાનગી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં બસ પલટી મારી ગઇ હતી. ખાનગી લક્ઝરી બસ અને ખાનગી કાર વચ્ચે અકસ્માત સર્જાતા બસમાં સવાર ચાર જણા ઘાયલ થયા છે. જો કે અકસ્માત બાદ રસ્તા પર ભારે વાહનોની લાંબી કતાર લાગી જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં થોડાં દિવસ અગાઉ અમદાવાદ-મુંબઇ હાઇવે પર પણ એક ગંભીર અકસ્માત થયો હતો. ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં 20થી વધુ મુસાફરો સવાર હતાં. જો કે આ તમામ મુસાફરો ઇજાગ્રસ્ત થતા તેઓને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ જે-તે સમયે બસ અને ટ્રક ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

(11:38 am IST)