Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

દિવાળી પર ઉચ્ચ અધિકારીઓને નહીં ગરીબ બાળકોને ખુશ કરવા વલસાડ જિલ્લા પોલીસ વડાનું પોલીસબેડાને આહવાન

વલસાડ જિલ્લા પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર બનશો, જિલ્લા પોલીસ ગરીબોની વ્હારે આવશે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :દિવાળીના તહેવાર દમિયાન પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવા મિઠાઇના બોક્સ અને ભેંટ સોગાદો લઇ જતા હોય છે. જોકે, આ વર્ષે આવી ભેંટ સોગાદો ઉચ્ચ અધિકારીઓને નહી, પરંતુ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારના ગરીબ બાળકોને આપવા વલસાડ ડીએસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ આહવાન કર્યું છે. 

  વલસાડના બાહોશ અને લોકહિતરક્ષક ડીએસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ પોલીસ અધિકારીઓને જણાવ્યું કે, આ દિવાળીમાં તેમના પોલીસ સ્ટેશન વિસ્તારની ઝુપડપટ્ટીના ગરીબ બાળકોને મિઠાઇનું વિતરણ કરજો. કોરોના કાળને કારણે અનેક ગરીબો માટે મિઠાઇ એક સ્વપ્ન બની રહે છે. ત્યારે આવા ગરીબોને મિઠાઇની વહેંચણી કરી તેમની દિવાળી ઉજ્વલ બનાવવા તેમણે જિલ્લાના સમગ્ર પોલીસ બેડાને અપિલ કરી છે.

(1:01 pm IST)