Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સાઈબર માફીયાઓ સૌરાષ્ટ્ર ગુજરાતના પીઆઈ બાદ સીઆઈડીના એડિશનલ ડીજી સુધી પહોંચતા ખળભળાટ

સૌરાષ્ટ્ર ગુજરાતના રાજકારણીઓને અડફેટે લેનાર સાઈબર માફીઓની હિંમત પરાકાષ્ઠાએ પહોંચી : માસૂમ બાળકના અપહરણકારને ઝડપી લેનારા લીંબડી પીઆઈ રામ આહીર.. વડોદરાના પીઆઈ સુનિલ ચોધરીની સાથે સાથે સિનિયર આઇપીએસ અનિલ પ્રથમ પણ ભોગ બન્યા બાદ ગાંધીનગર ચોકી ઉઠ્યું.. ગુજરાત ભરના સાઈબર સેલ ઊંધા માથે

રાજકોટ તા.૧૨ : સૌરાષ્ટ્ર - ગુજરાતના અનેક રાજકારણીઓના બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવી તેઓના નામે તેમના મિત્રો પાસેથી નાણાંની માંગણી કરનારા સાયબર માફીયાઓ હવે પોલીસ ઇન્સ્પેકટર થી માંડી સીઆઈડીનાં એડિશનલ ડીજીપી લેવેલનાના અધિકારીઓના બોગસ ફેસ બુક એકાઉન્ટ્સ બનાવવાની હિંમત કરતા ઉચ્ચ લેવલના અધિકારીઓ ચોકી જવા સાથે સાયબર ક્રાઇમ ના તજજ્ઞોની ટીમને આવા સાયબર માફીયાઓ ને સકંજામાં લેવા ભારે ધમધમાટ શરૂ થયો છે.

માસૂમ બાળકના અપહરણકારોને પોતે રજા પર હોવા છતાં ઝડપી લેનારા લીંબડી પીઆઈ રામ આહીર સહિતના પોલીસ ઓફિસરો ભોગ બન્યા બાદ હવે સીઆઈડી ક્રાઇમ ના વુમન સેલ સહિત મહત્વની જવાબદારી ખુબજ કનુહથી નિભાવે છે તેવા સિનિયર એડીશનલ ડીજી અનિલ પ્રથમનું પણ બનાવટી ફેસ બુક એકાઉન્ટ્સ બનાવી તેમના નામે નાણાકીય મદદ માગવાની ઘટનાની જાણ થતાં તેવો એ જવાબદાર અધિકારી તરીકે લોકો આવા પ્રકારના ઠગોના ભોગ ન બને તે માટે તુરંત લોકોને જાગૃત કરી દીધા. હજુ આ મામલાની તપાસ ચાલુ છે તે દરમિયાન વધું એક પરાક્રમ બહાર આવ્યું છે.

વડોદરામાં ભાજપ કોંગ્રેસના નેતાઓને ભોગ બનાવનાર સાયબર માફીયાઓ દ્વારા વડોદરાના ગોત્રી વિસ્તારમાં પીઆઈ સુનિલ ચોધરીનું ફેસ બુક એકાઉન્ટ બનાવી તેમના મિત્રો પાસેથી ૧૦ હજાર રૂપિયાની માંગણી કરતા પીઆઈ સુનિલ ચોધરી દ્વારા સમય બગાડ્યા વગર પોતનું એકાઉન્ટ હેક થયાની જાણ કરતી પોસ્ટ મૂકી લોકોને છેતરતા અટકાવવા પ્રયાસો કર્યા છે.

કાયદાના રખેવાળોના એકાઉન્ટ્સ હેક કરવાની હિંમત કરનારાઓને બરોબરનો પાઠ ભણાવવો ખૂબ જ આવશ્યક બન્યાની રજૂઆતો થઈ છે. સૌરાષ્ટ્રથી ગુજરાત સુધી રાજકારણીઓ અને અન્યો પણ ભોગ બન્યા હોવાથી સાઈબર માફીયાઓ સામે ની ઝુંબેશ તેજ બનાવવા ગાંધીનગરમાં ઉચ્ચ લવેલે રજૂઆતોનો ઢગલો થયો છે.

(2:47 pm IST)