Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ગુજરાતના ૫ લાખ સરકારી કર્મચારીઓને રૂપાણી સરકારે આપી મોટી દિવાળી ભેટ

૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો હિતકારી નિર્ણય લેવાયો

અમદાવાદ, તા.૧૨: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ની સરકારે ગુજરાતના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને મોટી દિવાળી ભેટ આપી છે. રાજય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દિવાળી નૂતન વર્ષ તહેવારોના અવસરે ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો હિતકારી નિર્ણય લેવાયો છે. ડિજીટલ ટ્રાન્ઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂ પે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે.

રાજય સરકાર દ્વારા આ એડવાન્સની રકમ વગર વ્યાજે ૧૦ માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે. મુખ્યમંત્રીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દિવાળીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે.

તેના પરિણામે નાના વેપારીઓના વ્યવસાય રોજગારને વેગ મળશે. પ્રવર્તમાન સ્થિતિમાં દેશ તથા રાજયના અર્થતંત્રને પણ આ નિર્ણયથી નવી ગતિ મળશે.

(3:24 pm IST)