Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

નર્મદા એલસીબી ટીમનો સપાટોઃ રાજ્‍યમાં હાહાકાર મચાવનાર બાઇક ચોર ગેંગ ઝડપીઃ 10 બાઇક સહિતનો મુદ્દામાલ જપ્‍ત

રાજપીપળા: ગુજરાતમાં નર્મદા સહિત અન્ય જિલ્લાઓમાંથી અવાર નવાર બાઈકો ચોરાઈ જવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં બાઈકો ચોરતી ગેંગે ચારે બાજુ હાહાકાર મચાવી દીધો છે. બાઇકચોર ગેંગે પોલીસની નાકમાં દમ કરી નાખ્યો છે. નર્મદા જિલ્લામાંથી પણ અનેક બાઈકો ચોરી થઈ છે. એ તમામના પોલિસ ચોપડે ગુના પણ નોંધાયા છે. જે પૈકીના અમુક ગુનાનો કોઈ જ ઉકેલ નથી આવ્યો. bike thief gang arrest

નર્મદા જિલ્લા પોલિસ વડા હિમકરસિંહએ બાઈકો ચોરતી ગેંગને ઝડપી પાડવા કડક સૂચના આપી હતી. એ મુજબ નર્મદા LCBના PI એ.એમ.પટેલ, PSI સી.એમ.ગામીત તેમજ LCB પોલીસ સ્ટાફ છેલ્લાં ઘણાં દિવસોથી અંતરિયાળ વિસ્તારોમાં રાત્રી પેટ્રોલિંગ કરી રહ્યો હતો. એ દરમિયાન બાઈક ચોરીઓની વૉચ તેમજ ટેક્નિકલ દિશામાં જરૂરી માહિતી એકત્રિત કરી ટેક્નિકલ સર્વેલન્સની મદદથી બાઈક ચોરી કરતી ગેંગ મધ્યપ્રદેશમાં હોવાની માહિતી મળી હતી. bike thief gang arrest

નર્મદા LCB PI એ.એમ.પટેલ સહિતની ટીમ તુરંત બાતમી મળતા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની ઉમરાલી પોલીસ સ્ટેશનના ઉતાવલી ગામે કોમ્બીંગ કરી રહેણાંક વિસ્તારમાં સર્ચ કર્યું હતું. દરમિયાન અલગ-અલગ ગુજરાત અને મધ્યપ્રદેશના પાસિંગવાળી 10 જેટલી બાઈકો મળી આવી હતી. બાદમાં નર્મદા LCBએ 10 બાઈકો જપ્ત કરીને બાઈકો ચોરી કરતી ગેંગના સભ્યોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

કબ્જે કરવામાં આવેલા બાઈકોની વિગત

(1) હિરો હોંડા સપ્લેન્ડર મો.સા. GJ-22-E-7688 (આમલેથા પો.સ્ટે. એ પાર્ટ ૦૫૫૧/૨૦૨૦ IPC 379)

(2) હિરો સાઇન મો.સા. GJ-21-BG-4902 (નવસારી રૂરલ એ પાર્ટ ૧૨૦૪/૨૦૨૦ IPC 379)

(3) હિરો હોંડા પ્લેન્ડર મો.સા. GJ-05-SM-0691 (ઓલપાડ પો.સ્ટે. એ પાર્ટ ૧૯૫૬/૨૦૨૦ IPC 379)

(4) એચ.એફ. ડીલક્ષ મો.સા. GJ-34-E-2475 ( નસવાડી પો.સ્ટે. જી. છોટા ઉદેપુર)

(5) સી.ડી. ડીલક્ષ મો.સા. GJ-06-EA-4639 ( નસવાડી પો.સ્ટે. જી. છોટા ઉદેપુર)

(6) સી.ડી. સાઇન મો.સા. GJ-34-A-9894 (બોડેલી પો.સ્ટે. જી. છોટા ઉદેપુર )

(7) સુપર પ્લેન્ડર મો.સા. GJ-34-A-6452 (પાનવડ પો.સ્ટે. જી. છોટા ઉદેપુર)

(8) હિરો પ્લેન્ડર મો.સા. GJ-06-FM-3736 ( કવાંટ પો.સ્ટે. જી. છોટા ઉદેપુર)

(9) સી.ડી. ડિલક્ષ મો.સા. GJ-23-AA-6794 (મેહલાવ પો.સ્ટે. જી. આણંદ)

(19) પ્લેન્ડર પ્રો. મો.સા. MP-11-MK-1092 (કુકશી પો.સ્ટે. જી. ધાર (MP)

(11)પ્લેન્ડર મો.સા GJ-22-K-3818 (આમલેથા પો.સ્ટે. એ પાર્ટ ૦૩ ૭૮/૨૦૨૦ IPC 379 સહ આરોપીથી કબ્જે કરવાનું બાકી.

બાઈકો ચોરી કરતી ગેંગ

(1) જેરામ હીમતા બામણીયા રહે, બડી ઉતાવલી

(2) કિરસીયા હિમતા બામણીયા રહે, બડી ઉતાવલી

(3) શૈલેષ દશરીયા ચોહાણ રહે. બડી ઉતાવલી

(4) મુકેશ દશરીયા ચૌહાણ રહે. બડી ઉતાવલી

(5) કાદુ દશરીયા ચૌહાણ રહે. બડી ઉતાવલી

(6) મુકેશ રણસીંગ ચૌહાણ રહે. બડી ઉતાવલી

(7) સુરેશ પાલીયા ચૌહાણ રહે. બડી ઉતાવલી

(8) રાગેશ જોગડીયા બામણીયા રહે, બડી ઉતાવલી

(9) અબરસીંગ ડુંગરીયા મસાણીયા રહે, બડી ઉતાવલી

(10) રવી ડોંડવે રહે. ચિંકોડા તા.સોંઠવા જી.અલીરાજપુર

(4:37 pm IST)