Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સુરતના રંગોળી કલાકાર હેંમતી જરદોશ દ્વારા આજે વાઘબારસ નિમિતે શાકભાજીમાંથી વાઘની થ્રી ડાયમેન્‍શનલ રંગોળીનું નિર્માણ

સુરત: દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. લોકો દીવાળીને આવકારવા પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. બધાના ચહેરા પર ચમક આવી રહી છે. દિવાળી પર્વમાં વાઘ બારસનુ પણ અનેરું મહત્વ છે. હવે વાઘબારસને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આ વર્ષે વાઘબારસ પર કંઈક નવું કરવાની તાલાવેલી સૌને છે. તો તેઓ માટે આ વર્ષે સુરત ના ખૂબ જ જાણીતા રંગોળી કલાકાર હેમંતી જરદોશે શાકભાજીમાંથી વાઘની થ્રી ડાયમેન્શનલ રંગોળીની રીત જણાવી છે. માત્ર ગાજર, મૂળા અને લવિંગના ઉપયોગથી વાઘની કૃતિ બનાવી શકાય છે. અને પ્લેટના ઉપયોગના કારણે તેની થ્રી ડાયમેન્શનલ અસર પણ જોવા મળે છે. જેથી તે વધારે પ્રભાવશાળી દેખાશે.

  • વેજિટેબલ રંગોળી તૈયાર કરવાની રીત

- સૌ પ્રથમ એક પ્લેટને ઉંધી મૂકો.

- ત્યારબાદ તેના પર વાઘના આંખ, નાક અને મોઢાને પેન્સિલ વડે દોરો.

- ગાજર, મૂળાની એકથી દોઢ ઈંચની પાતળી સળી બનાવો.

- લવિંગને માથા ઉપરથી કાપી નાની નાની સળી તૈયાર કરો.

- તમે જે ચિત્ર દોર્યું છે તેના ઉપર તમે ગાજર અને મૂળાનો ભૂકો પણ શરૂઆતમાં પાથરી શકો છો.

- ત્યારબાદ ગાજર, મૂળા અને લવિંગની સળી સાચવીને ગોઠવો. જેનાથી રંગોળી વધારે આર્કષિત બની શકશે.

આ વેજિટેબલ રંગોળી બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે, આ શાકભાજી છે જે જલ્દીથી સુકાઈ જાય છે. તેથી કાપીને તરત જ રંગોળી તૈયાર કરી દેવી. બહાર લાંબો સમય રાખી શકાશે નહિ. તેના ઉપર પ્લાસ્ટિકનું કવર ઢાંકી ફ્રીજમાં એક દિવસ તમે સાચવી શકશો.

(4:42 pm IST)