Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમદાવાદના વિવિધ વિસ્તારને નિશાન બનાવી ટુવ્હીલર વાહનોની ચોરી કરતા બે શખ્સોને પોલીસે 30 વાહનો સાથે ઝડપી પાડ્યા

અમદાવાદ: શહેરના વિવિધ વિસ્તારોમાંથી ટુવ્હીલર વાહનોની ચોરી કરતા બે શખ્સોની અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીએ અટક કરી હતી. તેમની પાસેથી પોલીસે રૃ.૧૧,૨૦,૫૦૦ ની કિંમતના ૩૦ વાહનો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીને માહિતી મળી હતી કે શહેરના વિવિધ વિસ્તારમાંથી ચોરી કરેલા ટુવ્હીલર જીલ્લાના અંતરિયાળ ગામડામાં રાખવામાં આવ્યા છે. જેને આધારે પોલીસે તપાસ કરતા બાવળા ઢેઢાળ ચોકડી પાસેથી ચોરીના બે બાઈક સાથે બે આરોપીને ઝડપી લેવાયા હતા. જેમાં વટવાના મહંમદ આરીફ હુસેન મંમદ હુસેન શેખ(૨૮) અને સુરેન્દ્રનગરના વિજય એમ.વાંટીયા(૨૨)નો સમાવેશ થાય છે.તેમની પાસેથી પોલીસે બે બાઈક અને બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા.

(5:10 pm IST)