Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમદાવાદમાં અસલાલી રિંગ રોડ નજીક ટ્રકની હડફેટે રીક્ષા પલટાઈ: ગંભીર ઇજાથી ડ્રાઈવરનું મૃત્યુ

અમદાવાદ:શહેર તથા જિલ્લામાં બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. અસલાલી રિંગ રોડ ઉપર ટ્રકની ટક્કરથી લોડિંગ રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે રિક્ષામાં બેઠલા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે લોડિંગ રિક્ષાના ડ્રાઇવરે પણ ગંભીર ઇજાઓ થઇ હતી.

આ કેસની વિગત   એવી છે કે  માધુપુરામાં રોહીત વાસમાં રહેતા અને લોડિંગ ટેમ્પો  રિક્ષા ચલાવતા લલીતભાઇ સોલંકી ગઇકાલે અસલાલી ખાતે  સચીન કોલ્ટ સ્ટોરેજમાંથી ગોળ લેવા માટે ગયા હતા તેમની સાથે માધુપુરા  અંબાજી  મંદિર  પાસે રહેતા અશ્વિનભાઇ ખોડાભાઇ ઠાકોર (ઉ.વ.૪૦) ગયા હતા. ત્યાંથી રિક્ષામાં ૫૦૦ કિલો ગોળ ભરીને  પરત આવતા હતા  ત્યારે   સાંજે ૪.૪૫ વાગે  લોડિંગ ટેમ્પો રિક્ષા લઇને અસલાલી રિંગ રોડ ઉપર કમોડ  ઘોડાવાળા સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા.

(5:11 pm IST)