Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

વડોદરાના સુલતાનપુર વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં કામ કરતો કર્મચારી હોલમાર્ક કરાવવાના બહાને ચેઇન લઇ રફુચક્કર

વડોદરા: શહેરના સુલતાનપુરા વિસ્તારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં કામ કરતો કર્મચારી છોટાઉદેપુર જિલ્લાના વેપારીની રૂપિયા 6 લાખની કિંમત ધરાવતી સોનાની 3 ચેઇનો હોલમાર્કના બહાને લઈ ફરાર થઈ જતા જ્વેલર્સ માલિકે વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કર્મચારી વિરૂધ્ધ છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં ગાંધી ચોક ખાતે રહેતા દિનેશભાઈ રાવલ બજારમાં મહાકાલી નામની જ્વેલર્સની દુકાન ધરાવે છે. ગઇકાલે તેઓ સાંજના સમયે 12 તોલા વજનની સોનાની 3 ચેન લઈને વડોદરાના સુલતાનપુરામાં આવેલ સાઈનાથ જ્વેલર્સ નામની દુકાને હોલમાર્ક માટે આવ્યા હતા. ત્યાં કામ કરતા મલાઈ પરેશ જાના નામના વ્યક્તિને તેઓ છેલ્લા 10 વર્ષથી ઓળખતા હતા. જેથી તેમને સોનાની ચેન હોલમાર્ક માટે આપી હતી. 

(5:12 pm IST)