Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

વડોદરાના આયુર્વેદિક ત્રણ રસ્તા નજીક જુના ઝઘડાની અદાવત રાખી બે પરિવારના સભ્યોનો સામસામે જીવલેણ હુમલો

વડોદરા: શહેરમાંઆયુર્વેદિક ત્રણ રસ્તા પાસે જુના ઝઘડાની અદાવત રાખી બે પરિવારના સભ્યો વચ્ચે મારક હથિયારો સાથે થયેલી મારામારીમાં પિતા અને પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ઇજા થઇ છે.

માંડવી પાસે ડોસુમીયાંની ગલીમાં રહેતા જાવેદ હુસેન સાકિર હુસેન જમાદારની સાળી ફલાના લગ્ન આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે ઝેડ ડુપ્લેક્સમાં  રહેતા ઇમ્તિયાઝહુસેન સાથે થયા હતાં. થોડા દિવસો પહેલા ફલા અને ઇમ્તિયાઝ વચ્ચે અણબનાવ થતાં જાવેદ હુસેનની માસી અને પિતા સમજાવવા માટે ગયા ત્યારે ઇમ્તિયાઝની પાડોશમાં રહેતા મોહંમદ સલીમ ઉર્ફે ફકર કાસમમીયા શેખ સાથે ઝઘડો થયો  હતો જે ત ેસમયે અન્ય સગા વચ્ચે પડતા મામલો થાળે પડયો હતો. ગઇ રાત્રે જાવેદ હુસેન અન્ય સાથે ઝેડ ડુપ્લેક્સ ખાતે ગયો ત્યારે મોહંમદ સલીમ અને તેના પુત્ર બન્ટીએ લોખંડની પાઇપ મારી જાવેદ હુસેનને ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે જાવેદ ફરિયાદ નોંધાવી હતી.

(5:13 pm IST)