Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

વડોદરાના નંદેસરમાં પત્નીને નોકરી પર લેવા જતા યુવાનને કાળ ભેટ્યો: ટ્રક નીચે આવી જતા કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા:નંદેસરીમાં પત્નીને નોકરી પર લેવા જતા યુવાનનું કોંક્રિટ મિક્સર ટ્રક નીચે આવી જતા કરૃણ મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા નજીક આવેલા ધનોરા ગામમાં સોમાકાકાની ચાલીમાં રહેતા દિનેશભાઇ ઇશ્વરભાઇ રાવળ(ઉ.વ.૪૦) ગઇ કાલે સાંજે નંદેસરીની સોડિયમ કંપનીમાં નોકરી કરતી પત્ની સંગીતાબેનને લેવા માટે પોતાની સાઇકલ પર જતા હતા ત્યારે નંદેસરીની એબીએસ ચોકડી પાસે કોંક્રિટ મિક્સર ટ્રક  સાથે અકસ્માત થતા દિનેશભાઇનું ઘટનાસ્થળે મોત નિપજ્યું  હતું.આ બનાવ અંગે નંદેસરી પોલીસે અકસ્માત કરનાર ગાડીના ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:13 pm IST)