Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સુરત:રાંદેરના ન્યુ ગોરાટ નજીક 18 વર્ષીય શખ્સના માથે કામ કરતી વેળાએ લાકડા પડતા ગંભીર ઇજાથી મૃત્યુ

સુરત: શહેરના રાંદેરના ન્યુ ગોરાટ રોડ પાસે રાયન સ્કૂલ નજીકમાં રેહાન હાઈટસ પાસે રહેતો 18 વર્ષીય મોહમ્મદ મુદાસીર શેખ બુધવારે સવારે તેના કાકા સાથે ઘર પાસે રેહાન હાઈટસ કામ અર્થે ગયો હતો ત્યારે ત્યાં સેન્ટીંગ કામ તેઓ કરી રહ્યા હતા ત્યારે અચાનક લાકડાનો ટીકો મોહમ્મદના માથા પર પડતા ગંભીર ઇજા થઇ હતી.

સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ અંગે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:14 pm IST)