Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

પારડીમાં હિન્દુ યુવા વાહિની દ્વારા દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાઓનું પાણીમાં વિસર્જન કરાયું

આકસ્મિક ચેકિંગ કરી દુકાનદારોને સમજાવીને આવા ફટાકડાનું પાણીમાં વિસર્જન કર્યું

વલસાડ જિલ્લાના પારડીમાં હિન્દુ યુવા વાહિની દ્વારા હિન્દુ દેવી દેવતાના ફોટાવાળા ફટાકડાનું વેચાણ બંધ થાય તે હેતુથી આકસ્મિક ચેકિંગ કરી દુકાનદારોને સમજાવીને આવા ફટાકડાનું પાણીમાં વિસર્જન કર્યું હતું.

 

   જિલ્લામાં હિંદુ યુવા વાહિની અને અગ્નિવીર ગૌસેવા દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, હિંદુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાઓનું વેચાણ બંધ કરવામાં આવે.

   હિંદુ સંગઠનોએ ફટાકડાં વિક્રેતાઓને તેમની દુકાને હિંદુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાઓનું વેચાણ નહી કરવા વિનંતી કરી હતી. તેમ છતાં હાલ પણ ઘણા ફટાકડાં વિક્રેતાઓ હિંદુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાંનું વેચાણ કરતા હોય જેની જાણ હિંદુ યુવા વાહિની પારડીનાં તાલુકા અધ્યક્ષ કમલેશ માલીને થતા હિંદુ યુવા વાહિનીનાં કાર્યકર્તાઓ સાથે તેઓએ દુકાનોમાં જઈ ચેકિંગ કર્યું હતું અને જેમની દુકાનમાં હિંદુ દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડાઓ વેચાતા હતા તે દુકાનોમાંથી ફટાકડાઓ લઈ ફટાકડાનું પાણીમાં વિસર્જન કર્યું હતું.

(6:37 pm IST)