Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત :નવા 1120 કેસ નોંધાયા : વધુ 1038 દર્દીઓ સ્વસ્થ થયા:કુલ કેસનો આંક 1,84,964 થયો :કુલ 1,68,858 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 6 લોકોના મોત : મૃત્યુઆંક 3785 થયો

રાજ્યમાં હાલ 12,321 એક્ટિવ કેસ,વેન્ટિલેટર પર 69 છે. જ્યારે 12,252 લોકો સ્ટેબલ :રાજ્યમાં આજે કુલ 54,624 ટેસ્ટ કરાયા : અત્યાર સુધીમાં કુલ 66,80,500 ટેસ્ટ થયા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો વધવા લાગ્યો છે આજે રાજ્યમાં  નવા 1120 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1038 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,68,858 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.29 ટકા થઇ ચુક્યો છે 

   રાજ્યમાં  હાલ 12,321 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 69 છે. જ્યારે 12,252 લોકો સ્ટેબલ છે. 1,68,858 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3785 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 06 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 3, સુરત કોર્પોરેશનના 1, સુરત 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 દર્દી સહિત કુલ 6 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

 . રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 54,624 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 840.37 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 66,80,500 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,97,042 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,96,943 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 99 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. 

(7:43 pm IST)