Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમદાવાદમાં આકાશમાં ફટાકડાની આતશબાજી કરી શકાશે નહીં : ભંગ કરશો તો થશે કાયદેસરની કાર્યવાહી

હોસ્પિટલ, નર્સિંગ હોમ પાસે ફટાકડા ફોડી શકાશે નહીં :અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું

અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે દિવાળી પર્વને લઈ ફટાકડા ફોડવાને લઈ અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં ગ્રીન લેબલ અને પેસો કંપની દ્વારા માન્યતા પ્રાપ્ત ફટાકડાં જ ફોડી શકાશે. જો આ વચ્ચે આ વખતે આકાશમાં જઈને ફૂટતા ફટાકડા ફોડી નહીં શકે. પણ પોલીસનું આ જાહેરનામું જમીની હકીકતે અમલ થશે કે નહીં તેના પર અનેક સવાલો છે.

અમદાવાદમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ હાલ તંત્ર દ્વારા લોકોને સાવચેત રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. હાલ બજારમાં દિવાળીની ખરીદી કરવા  માટે આવનારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા અને માસ્ક પહેરવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ અમદાવાદીઓ ગ્રીન લેબલ વાળા જ ફટાકડા વેચી શકાશે અને ગ્રીન લેબલના ફટાકડા જ ફોડી શકાશે. ગ્રીન સિમ્બોલ વગરના ફટાકડા  વેચી શકાશે નહી. ફટાકડાના બોક્સ પર પેસોનુ લેબલ જરૂરી છે. PESO કંપનીના માન્ય ફટાકડાનુ વેચાણ થઈ શકશે. પેસો કંપનીના લેબલવાળા જ ફટાકડા ખરીદી શકાશે. પેસો વગરના ફટાકડા સામે વેચતા કાયદેસરની કાર્યવાહી કરાશે.

 

આ ઉપરાંત હોસ્પિટલ, નર્સિંગ હોમ પાસે ફટાકડા ફોડી શકાશે નહીં. ફટાકડા વેચતા વેપારી પાસે ફાયરસેફટી ફરજીયાત હોવી જોઈએ. આકાશમાં ઉંચે જઈને અવાજ કરતા ફટાકડા નહી ફોડી શકાય. એટલે કે હવે આકાશમાં ફટાકડાની આતશબાજી નહી કરી શકાય. પેસો એટલે ધ પેટ્રોલીયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફટી ઓર્ગેનાઈઝેશન છે.
પેસો એક ગર્વમેન્ટ ઓર્ગેનાઈઝેશન છે. (Ahmedabad Diwali News)

આ અંગે કંટ્રોલ DCP ડો. હર્ષદ પટેલે જાણકારી આપતાં જણાવ્યું કે, PESO દ્વારા માન્ય ફટાકડામાં ધ્વનિ પ્રદુષણ તેમજ વાયુ પ્રદુષણ ઓછું ફેલાતું હોવાથી આ નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં કાયમિક ફટાકડા વેંચતા વેપારીઓની સંખ્યા 251 છે જેમાં આ વર્ષે ફક્ત દિવાળીમાં ફટાકડાનાં વેચાણ માટે 21 લાઇસન્સની મંજુરીઓ માંગવામાં આવી છે, જેમાંથી 16 વેપારીઓને પરવાનગી મળી છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, શહેહેરીજનો તહેવારોની મજા માણી શકે તેમજ સરકારની ગાઇડલાઇનનો ભંગ ન થાય તે માટે તમામ શહેરીજનોને જાહેરનામાનો અમલ કરવા શહેર પોલીસ દ્વારા અપીલ કરાઇ છે તેમજ જાહેરનામાંનાં ભંગ જો શહેરીજનો નહીં કરે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી રાખી છે.

(8:18 pm IST)