Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

દાંતા સરકારી માલ ગોડાઉનમાં દિવાળી વેકેશન : હવે લાભ પાંચમથી ખેડૂતોની મગફળી સ્વીકારાશે

232 જેટલા ખેડૂતોએ પોતાની 13,500 બોરીમાં 4.5 લાખ કિલો મગફળી વેચી ચુક્યા છે

દાંતા: બનાસકાંઠાનો આ તાલુકો મહત્તમ આદિવાસી અને ખેડૂત પ્રજાતિવાળો વિસ્તાર છે. આ વખતે દાંતા તાલુકામાં મગફળીનો સારો એવો પાક થયો છે. દાંતા સરકારી ગોડાઉનમાં મગફળી પકવતા 693 ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી હમણાં સુધી 232 જેટલા ખેડૂતોએ પોતાની 13,500 બોરીમાં 4.5 લાખ કિલો મગફળી આપી ચુક્યા છે.

 આજથી  દાંતા સરકારી માલ ગોડાઉનમાં દિવાળી વેકેશનને લઈ મગફળી સ્વીકારવાનું બંધ કર્યું છે. 6 દિવસ બાદ લાભ પાંચમથી ખેડૂતોની મગફળી ફરીથી સ્વીકારાશે. જોકે ગુરુવારથી ખરીદી બંધ હોવા છતાં કેટલાક ખેડૂતોની બુધવારે આવેલી મગફળીને આજે સ્વીકારી લેવામાં આવી હતી

(8:35 pm IST)