Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

લ્‍યો કરો વાત.. સુરતમાં પોલીસની બીક બતાવી હોમગાર્ડ જવાનના ભાઇઓ સાવ નજીવા કારણે એક યુવકને માર માર્યો

સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જતા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા

સુરતઃ સુરતના રાંદેર વિસ્તારમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ભાઈ દ્વારા સોસાયટીમાં જાહેરમાં ગાળો બોલી લોકોને એકત્ર કરનાર હોમગાર્ડના ભાઈને સોસાયટીના એક યુવકને સમજાવા જવું ભારે પડ્યું હતું. ખાખી રોફ બતાવી હોમગાર્ડના ભાઈ દ્વારા સોસાયટીના યુવકને માર મારવાની ઘટના સામે આવી હતી જોકે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જતા સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે

સુરતમાં છેલ્લા લાંબા સમયથી ખાખી નો રોફ બતાવી લોકોને હેરાન કરવા સાથે મારવાની સતત ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે અહીંયા પોલીસ કર્મચારી નહીં પણ ખાખીનો રોફ જમાવ્યો હોમગાર્ડના ભાઈ એ સોસાયટી ધમાલચકડી કરવા સાથે મારામારી કરી હતી જોકે આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી હતી.

સુરતની રાંદેર વિસ્તારની પરિશ્રમ પાર્કમાં રહેતા વિકી અડાજણીયાનો ભાઈ હોમગાર્ડ જવાન હોવાનો રોફ બતાવી દાદાગીરી કરતો હોય છે જોકે ગતરોજ સોસાયટીમાં હોમગાર્ડ જવાનનો ભાઈ મિત્રો સાથે ઊભા રહીને ગાળાગાળી કરતો હતો. સોસાયટીના સભ્યોએ જોતા આ હોમગાડ જવાનના ભાઈ વિકીને સોસાયટીનો રહેતો તેજસ ટોપીવાળા અને અન્ય એપાર્ટમેન્ટના મહિલા અને બાળકો પણ ઉભા હતા. જેથી તેજસભાઈએ તેમને ટોક્યા હતા.

આથી ગુસ્સે થયેલા વિકીના મિત્રોએ તેમની સાથે ગાળાગાળી કરી તેમને માર માર્યો હતો.દિવ્યેશ અડાજણીયા રાંદેર પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાન પર હંગામી ધોરણે ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. પરંતુ સમયાંતરે પરિશ્રમ પાર્ક માટે સ્થાનિકો સાથે પોતે પોલીસવાળો હોવાનો રોફ જમાવીને દાદાગીરી કરતો હોય છે જોકે કર્મચારી સાથે તેનો ભાઇની દાદાગીરીને લઈને સોસાયટીના લોકો ખૂબ જ હેરાન પરેશાન હતા.

ખોટું કે ગત રોજ માથાકૂટ અને મારામારીની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જતા સોસાયટીના લોકોએ સીસીટીવીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે તેજસ ટોપીવાલાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં વિકી અડાજણીયા અને તેના મિત્રો સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓ ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે દિવ્યેશ અડાજણીયા બ્લુ કલરની પોલીસવાન લઈને પરિશ્રમ પાર્ક ખાતે બોલાવ્યા વગર પહોંચી ગયો હતો. કાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં કે કંટ્રોલરૂમમાં ફોન કર્યા વગર તે વાહન લઇને પોતાની સોસાયટીમાં આવી કેવી રીતે શકે તે પણ એક મોટો પ્રશ્ન છે.

દિવ્યેશ અને વિકી અડાજણીયા બંને ભાઈઓ પરિશ્રમ પાર્કમાં અવારનવાર સ્થાનિક લોકો સાથે દાદાગીરી કરતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. દિવ્યેશનો એક ફોટો પણ સામે આવ્યો છે. દિવ્યેશ માત્ર ડ્રાઇવર તરીકે હંગામી ધોરણે ફરજ બજાવે છે. ત્યારે તેની પાસે હથિયાર કેવી રીતે આવ્યું તે તપાસનો વિષય છે. ફોટામાં જે હથિયાર તેના હાથમાં દેખાઈ રહ્યું છે તે કોનું છે તેનો પણ ખુલાસો થવો જોઈએ. ડ્રાઇવર હોવા છતાં પણ તેની પાસે રિવોલ્વર ક્યાંથી આવી?

(9:57 pm IST)