Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સ્ટેટ મોનીટરીંગ સેલ,ગાંધીનગર ની ટીમે ડેડીયાપાડાથી જુગારધામ ઝડપી પાડ્યું : 1.75 લાખના મુદામાલ સાથે 10 ને ઝડપી લીધા,2 વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ ટીમે બાતમીના આધારે ડેડીયાપાડા માં જુગાર ધામ પર છાપો મારી લાખોના જુગારના મુદામાલ સાથે દસ આરોપીઓને ઝડપી લીધા હતા.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે જુના સરકારી દવાખાના પાસે ચાલતા જુગારધામ પર તારીખ 10 નવેમ્બરે સાંજે 7.30 વાગે થી સ્ટેટ મોનીટરીંગ ટીમે રેઇડ કરતા ત્યાં રેઇડ દરમ્યાન આંક ફરકના જુગારના આંકડા લખનાર તથા આંકડા લખાવનાર મળી કુલ ૧૦ ઇસમો હારજીતનો જુગાર રમતા શખ્સો પાસેથી અંગ જડતી તથા જમીન ઉપરથી મળી આવેલ કુલ રોકડ નાણાં રૂ.૧,૫૯,૫૭૦/-  તથા મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૧૬,૦૦૦/- , પ્લાસ્ટીકની ખુરશી નંગ-૫ કી.રૂ.૧૦૦૦/-, જુગાર સાહિત્ય મળી કુલ રૂ.૧,૭૬,૬૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતા હતા જ્યારે બે આરોપીઓ નાસી છૂટ્યા હતા.

પકડાયેલા 10 જુગારિયોમાં :- રાકેશ અભેસિંગ વસાવા રહે,પારસી ટેકરા,ડેડીયાપાડા(૨) ગજેન્દ્ર ઉર્ફે ગજો રૂપસિંગભાઈ દમણીયાભાઇ વસાવા,રહે,ટેકરા ફળિયું, ડેડીયાપાડા (૩) શનુભાઈ જાતરભાઈ વસાવા, રહે,ગામ ઘનખેતર,ચીકદા રોડ,તા.ડેડીયાપાડા (૪) શૈલેષ વેસ્તા ભાઈ વસાવા, રહે,ગામ મોસીટ ટેકરા ફળિયું તા.ડેડીયાપાડા (૫) નરસિંહભાઈ ઓલીયાભાઇ વસાવા રહે-ગામ ખોખરા ઉમર,ઘનખેતર ફળિયું તા.ડેડીયાપાડા  (૬) મગનભાઇ ભંગડાભાઈ વસાવા, રહે,-ગામ કનબુડી,ટેકરા ફળિયું તા.ડેડીયાપાડા(૭) સોમાભાઇ ઉર્ફે જીગ્નેશભાઈ પાંચીયાભાઇ વસાવા, રહે-ગામ નાના જાંબુડા,પહેલું ફળિયું તા.નેત્રંગ  જી,ભરૂચ (૮) પ્રથમ ઉર્ફે પ્રતાપભાઈ પેટીયાભાઇ વસાવા,રહે-ગામ ગીચડ નિશાળ ફળિયું તા.ડેડીયાપાડા(૯) લાલાભાઈ રસુલભાઈ વસાવા રહે-કનબુડી,પ્રથમ ફળિયું તા.ડેડીયાપાડા(૧૦) ભાનુભાઇ બચુભાઈ તડવી રહે-કુકડદા,મકવાણા ફળિયું તા. ડેડીયાપાડા, જ્યારે વિજયભાઇ વસાવા રહે,રાજપીપળા (જુગારની ગે,કા પ્રવૃતિ કરાવનાર મુખ્ય આરોપી) (૨) દયારામ વસાવા રહે,મંડાળાં તા,ડેડીયાપાડા જી,નર્મદા તથા સ્થળ ઉપરથી નાસી ગયા હતા.

(10:35 pm IST)