Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

પોલીસ ધારે એ કરી શકે છેઃ સમાજમાં ન્યાયના ઉદાહરણરૂપ દાખલાઓ પણ બેસાડી શકે છેઃ પાટીલ

ઝડપી પોલીસ કાર્યવાહી માટે હર્ષ સંઘવીને અભિનંદન આપતા ભાજપ પ્રદેશ પ્રમુખ

રાજકોટઃ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે પોતાના ટવીટર હેન્ડલ ઉપર લખ્યુ છે કે 'સચીન'ની પાંચ વર્ષની દિકરી સાથે હેવાનીયત ભર્યું દુષ્કર્મ આચરનાર આરોપીને માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરી જીવનનાં અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારવામાં આવી છે. પોલીસે મુદત પહેલા ખુબ ઝડપથી ચાર્જ સીટ ફાઇલ કરી અને કોર્ટ દ્વારા ન્યાયીક કાર્યવાહીને ઝડપી બનાવાતા આ પરીણામ આપણને મળ્યુ છે. જે અત્યંત આનંદની વાત છે. સમગ્ર રાજયમાં સૌથી ઝડપી ચુકાદો આ કેસમાં મળ્યો છે. હું ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીને અભિનંદન પાઠવું છું. માત્ર દસ જ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરનાર પોલીસ-મિત્રોને પણ અભિનંદન પાઠવું છું. પોલીસ ધારેએ કરી શકે છે અને સમાજમાં ન્યાયનાં ઉદાહરણરૂપ અને ઝડપી ન્યાય મળી શકે છે. તેમ શ્રીપાટીલે જણાવ્યું છે.

(12:25 pm IST)