Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

કાલે આવી જશે..કહેતા જ સાસુ ઉપર જમાઇ ચપ્પુ વડે તુટી પડયોઃ નિર્મમ હત્યા

અમદાવાદ તા. ૧રઃ હિંમતનગરના વિજયનગરના નાલશેરી વિસ્તારમાં પિયર આવેલ પત્નીને તેડવા આવેલા પતિને સસરાપક્ષે સવારે તેડી જવાનું કહેતા ઉશ્કેરાયેલ પતિએ ચપ્પુના ઘા મારી સાસુની કરપીણ હત્યા કરી હતી. મળતી વિગત મુજબ નાલશેરી ગામના ઉર્મિલાબેન બારા માતાને મળવા જસવંતપુરા ગયા હતા. જયાં માતા એકલા હોવાથી તેઓ રાત રોકાઇ ગયેલ. રાત્રે પતિ મુકેશ બારા આવી ગયેલ અને બોલાચાલી કરેલ. સાસુએ સવારે આવી જશે કહેતા ઉશ્કેરાયેલ મુકેશે બિભત્સ ગાળો આપી ચપ્પુ વડે સાસુ શાંતાબેનને પેટમાં તથા હાથ-પગ ઉપર ઘા માર્યા હતા. શાંતાબેનને ૧૦૮ દ્વારા સરકારી હોસ્પીટલે ખસેડાયેલ. જયાં તબીબોએ તેમને મૃત જાહેર કરેલ. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ.

(3:24 pm IST)