Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ગુજરાતના મોટા શહેરોમાં અનુભવી ન્યાયાધીશોની નિમણુંકો કરવા ચીફ જસ્ટીસને દિલીપ પટેલની રજુઆત

રાજકોટ, તા. ૧ર : ગુજરાતના ચીફ જસ્ટીસ તરીકે નિમણુંકના થોડા જ દીવસમાં આપની કામગીરીથી ગુજરાતના વકીલશ્રીઓ અને અરજદારો ખુબ જ પ્રભાવીત થયેલા છે. આપ ગુજરાતના ચીફ જસ્ટીસ હોવા છતાં ઝડપી કેસોના નિકાલ માટે મોડે સુધી કાર્ય કરો છો તે ખુબ જ આવકાર દાયક છે. પરંતુ ગુજરાતના મોટા શહેરોમાં અનુભવી જજશ્રીઓની નિમણુંકો કરવી જોઇએ તેવી ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલે રજુઆત કરી છે.

ગુજરાતના મોટા શહેરોમાં જવા જયુડી. મેજીસ્ટ્રેટો ઓછામાં ઓછા સાત વર્ષના અનુભવી હોય, તેમની નિમણુંકો કરાવી થી ઘણા બાર અને બેન્ચના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય અને નવા જયુડી. મેજીશ્રીઓને તાલુકા કક્ષામાં નિમણુંક આપવાથી જયા કામનું ભારણ ઓછું હોવાથી તેમનો અનુભવ થાય, જે ભવિષ્યમાં ન્યાયધીશોને લાભદાયક નિવડે તેવું મારૂ માનવું છે.

બહારના રાજયના જજશ્રીઓની નિમણુંકો થાય છે તે ગુજરાતી ભાષા સંપૂર્ણ સમજતા ન હોવાથી વકીલો અને પક્ષકારો સાથે વિસંગતતા અને પોલીસ પેપર્સ, ચાર્જશીટ ગુજરાતીમાં હોવાથી સમજણ ફેર થતા ધણી વખત ગેરસમજુતી ઉભી થાય છે. ગુજરાતના ગામડાના પક્ષકારો અંગ્રેજી સમજતા ન હોવાથી દુવીધા અને અગવડતા ઉભી થાય છે.

ગુજરાતના જજશ્રી  દ્વારા જામીનના હુકમો આગલે દિવસે જમીન અરજી સાંભળેલ હોય અથવા નીચેની અદાલતમાં સવારમાં સાંભળેલ હોય, તેવી જામીન અરજીના ઓર્ડર સાડા પાંચ વાગ્યે કરવાના બદલે બપોર સુધીમાં કરવામાં આવે તો જે જામીન પર છુટેલા હોય તેવા આરોપીને જામીનનો હુકમ છતા જેલ બંધ થવાથી એક દિવસ વધારે જેલમાં રહેવાનો વારો આવે છે તેનું નિરાકરણ થાય તેવું મારૂ  માનવું છે.

હાઇકોર્ટમ હુકમની રીટ ગુજરાતની કોર્ટમાં સમયસર મળતી ન હોવાથી જમીન પર છુટનાર આરોપીનો જેલવાસ લંબાઇ છે. જેના પરીણામે ગેરકાયદેસર ઇલીગન ડીસન્સનો ભોગ તેમને બનવુ પડે છે. તેવું મારૂ નમ્ર માનવુંંુ઼ છે.

વકીલોની સમસ્યા મુળમાંથી સમજો છો તેવુ તાજેતરના આપની વહીવટી નિર્ણયોથી લાગી રહેલ છે. વકીલોની પાયાની સમસ્યા સમજો છો અને નિરાકરણ લાવવા પ્રયત્નશીલ છો તેવું અમો સમજતા હોય, વકીલોની વેદનાઓ આપશ્રીને આ રજુઆતમાં કરી રહેલ છીએ જે યોગ્ય લાગે તો ધ્યાને લેવા દિલીપભાઇ પટેલે વિનંતી કરી છે.

(3:26 pm IST)