Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વડોદરામાં રખડતા ધોરણો ત્રાસ અટકાવવા કાયદો કડક કરવામાં આવ્યો :ઢોર રખડતા મુકનાર પશુપાલક વિરુધ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરમાં રખડતા ઢોરના કારણે અવાર નવાર અકસ્માત થાય છે.અને કેટલાક કિસ્સામાં નાગરિકોને ગંભીર ઇજા થતી હોય છે.અને જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે.તરસાલી વિસ્તારમાં ઢોર રખડતા મુકનાર પશુપાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

કોર્પોરેશનનો સ્ટાફ ગત તા.૪ થી એ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયો હતો.તે દરમિયાન તરસાલી આઇ.ટી.આઇ.પાસેથી ત્રણ રખડતા ઢોર પકડીને ડબામાં પૂર્યા હતા.આ ઢોર છોડાવવા માટે આવેલા પશુમાલિક મહેશ દેવાભાઇ રબારી (રહે.રાજીવનગર,તરસાલી ) સામે ઢોર શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

(4:34 pm IST)