Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મહેમદાવાદ તાલુકાના સિંહુજ ગામે પ્રેમ સંબંધના મામલે ચાર શખ્સોએ યુવકને માર મારી મોતનેઘાટ ઉતારી દેતા અદાલતે આરોપીને આજીવન કેદની સુનવણી કરી

મહેમદાવાદ:તાલુકાના સિંહુજ તાબે ખોડીયારપુરામાં દોઢ વર્ષ અગાઉ યુવતી સાથે આડા સંબંધનો વ્હેમ રાખી ચાર વ્યક્તિઓએ યુવકને માર મારી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવમાં નડિયાદ કોર્ટે ચારને આજીવન કેદની સજા ફટકારી છે. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર સિંહુજમાં રહેતા અમરસિંહ ઉર્ફે અમરાભાઈ ધુળાભાઈ ખાંટની પુત્રી ઈલાબેન સાથે જશુભાઈ રતાભાઈ રાઠોડ (ઉં.વ.૨૨)નાઓને પ્રેમ સંબંધ હતો જેથી તેઓ અવારનવાર મોબાઈલ પર વાતો કરતા હતા. આની જાણ ઈલાબેનના ઘરના સભ્યોને થઈ હતી. જેથી તેઓ ઈલાબેનને રોકતા હતા છતાં તેઓ અવારનવાર મોબાઈલ ફોન પર વાતો કરતા હોય યુવતી પક્ષના લોકોને તે મંજુર નહોતુ.

 

(4:35 pm IST)