Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વિદ્યાનગર પોલીસે સાંજના સુમારે જોળ ગામે વોચ ગોઠવી શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

આણંદ :વિદ્યાનગર પોલીસે આજે સાંજના સુમારે જોળ ગામે વોચ ગોઠવીને એક એક્ટીવા ઉપર આવી ચઢેલા શખ્સને અટકાવીને તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની એક બોટલ મળી આવીહતી. જેની કિંમત ૩૭૫ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા શખ્સનું નામઠામ પુછતા તે સુરેશ ઉર્ફે ભગાભાઈ શીવાભાઈ પરમાર (રે. જોળ)નો હોવાનું જણાવ્યું હતુ. એક્ટીવા સાથે કુલ ૨૫૩૭૫નો મુદ્દામાલ જપ્ત કરીને તેની પુછપરછ કરતાં આ વિદેશી દારૂની બોટલ તે વડતાલ ખાતે રહેતા અજીતસિંહ નરસિંહભાઈ પરમાર પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. આ અંગે પોલીસે બન્ને વિરૂધ્ધ પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. ત્યારબાદ સંદેશર ચોકડી પાસે વોચ ગોઠવીને એક મહિલાને ઝડપી પાડીને તેની પાસેની થેલીની તપાસણી કરતા અંદરથી વિદેશી દારૂના ૫ ક્વાર્ટરીયા મળી આવ્યા હતા. જેની કિંમત ૫૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે મહિલાનું નામઠામ પુછતાં તે રેવાબેન અંબુભાઈ તળપદા હોવાનું જણાવ્યું હતુ.

(4:36 pm IST)